વેડની ધુઆધાર બેટિંગએ પાકિસ્તાની બોલરોને ધૂળ ચાટતા કરી દીધા. T-20 વર્લ્ડકપની આજની Australia અને પાકિસ્તાનની સેમીફાઈનલ મેચમાં Australia નો શાનદાર વિજય થયો છે. Australia ના કેપ્ટન એરોન ફિંચએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાને પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. તેમની તરફથી મોહમંદ રિઝવાન અને ફખર જમાને ફિફ્ટી ફટકારી હતી. રિઝવાને 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 52 બોલમાં 67 રન બનાવી આઉટ થઇ ગયા હતા. ફખર જમાને 31 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી.
તે 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 32 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યા. આ પહેલાં બાબર આઝમે 34 રન બનાવ્યા. Australia તરફથી મિશેલ સ્ટાર્કએ 38 રન આપીને 2 વિકેટ લીધી. પૈંટ કમિંસ અને એડમ જમ્પા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
આ મેચ પહેલાં આ મેદાન પર રમાયેલી 11 માંથી 10 મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમો જીતી છે. આંકડામાં પાકિસ્તાનના મુકાબલે Australiaનું પલડું ભારે છે. પાકિસ્તાન Australia સામે વર્લ્ડકપના નોકઆઉટ મુકાબલામાં ક્યારેય જીતી શક્યું નથી. જોકે એક આંકડો એવો પણ છે કે યૂએઇમાં પાકિસ્તાનની ટીમ ગત 16 ટી20 ઇન્ટરનેશનલ મેચથી અજેય છે.
IPL 2021 : MI સામે KKR નો 7 વિકેટે શાનદાર વિજય : ઐયર અને ત્રિપાઠીએ ફિફટી ફટકારી
બાબર આજમના નેતૃત્વવાળી 2009 ની ચેમ્પિયન પાકિસ્તાન હાલની ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ છે જેને અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો નથી. બંને ટીમો ગત વખતની ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં Australia એ માઇક હસીના શાનદાર પ્રદર્શનના લીધે રોમાંચક મુકાબલામાં જીત નોંધાવી હતી.