BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત
ગુજરાતના આ સિનિયર નેતાઓનો સમાવેશ
BJP દ્વારા 80 સભ્યોની જાહેરાત કરાઇ
BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં BJP ના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપ ના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપ માં અળખામણાં થયા હતા.
MODI સરકારે સાત વર્ષમાં સાત ગંભીર ભૂલ કરી છેઃ Congress
ગુજરાતના દિગ્ગજોનો સમાવેશ
ગૃહમંત્રી અમિત શાહ(સાંસદ)
પરશોત્તમ રૂપાલા(સાંસદ)
વિજય રૂપાણી(પૂર્વ મુખ્યમંત્રી)
નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી)
સી. આર પાટિલ(સાંસદ)
મનસુખ માંડવીયા(સાંસદ)
ભરતીબેન શિયાળ(સાંસદ)
રમિલાબેન બારા(સાંસદ)
ભુપેન્દ્ર પટેલ(મુખ્યમંત્રી)
રત્નાકર
સુધીર ગુપ્તા(સાંસદ)