જાણી લો RBI નો નવો નિયમ
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લઈને મહત્વનો નિર્ણય
હવે 5 લાખ સુધી મોકલી શકાશે પૈસા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના (Reserve Bank of India) ગવર્નર શક્તિકાંત દાશે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝક્શન કરી શકશે.
આ પહેલા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ક્યારેય પણ ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતે ઓનલાઈન બેન્કિંગથી પૈસા મોકવાની પણ ત્રણ રીતો છે. જેના દ્વારા એમાઉન્ટ ટ્રાન્સફર થાય છે. તેમાં આઈએમપીએસ, ઈનએફટી, આરટીજીએસનું નામ શામેલ છે.
શું હોય છે IMPS
IMPS એટલે કે ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ. સરળ ભાષામાં કહીએ તો IMPS દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવાને લઈને કોઈ પાબંદી નથી. તમે અઠવાડિયાના દરેક દિવસમાં 24 કલાકમાં ક્યારેય પણ આઈએમપીએસ દ્વારા અમુક સેકેન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
IMPS limit to be increased from Rs 2 lakh to Rs 5 lakh: RBI Governor Shaktikanta Das
— Press Trust of India (@PTI_News) October 8, 2021
હવે RBI એ IMPSનો કયો નિયમ બદલ્યો?
RBI ના નવા નિર્ણય બાદ ગ્રાહક IMPS દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લેવડ-દેવડ કરી શકે છે. તે પહ્લા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે IMPSથી પૈસા ટ્રાન્સફર કરવા પર ઘણી બેન્ક કોઈ ફી નથી લેતી.
RBI એ કરી મોટી જાહેરાત, નોટબંધી પછી આવેલી 2000 રૂપિયાની નોટ નહી મળે
જો તમે સ્માર્ટફોન યુઝ કરો છો તો જે બેન્કમાં એકાઉન્ટ છે તેનું બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેને ફંક્શનલ બનાવવા માટે તમારે એમ-પિન અથવા મોબાઈલ પિન જનરેટ કરવાનું રહેશે. આ પિનના સહારે જ તમે એપને લોગિન કરી શકો છો. એપમાં ફંડ ટ્રાન્સફરનો એક ઓપ્શન હોય છે.
અહીં તમે કોઈ બીજી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ ફંડ ટ્રાન્સફર માટે તમારે પેયીની સંપૂર્ણ ડીટેલ દાખલ કરાવવાની રહેશે.