Jesal Jadeja નો જન્મ વિક્રમ સંવત ૧૩૭૪ વૈશાખ સુદ ત્રીજા મંગળવાર ના દિવસે થયો હતો.
પિતા નું નામ ચાંદાજી દાદા નું નામ રાહુજી હતું.
માતા નું નામ નાથુબા હતું. જે શૂરાજી પરમાર ના કુંવારી હતાં. Jesal Jadeja ના એક નાના બહેન પણ હતા તેમનુ નામ રાયજીબા હતું. તેમના લગ્ન વિક્રમ સંવત ૧૪૦૧ ફાગણ વદ નોમ ( ૯ ) ના દિવસે થયેલા. ઉમરકોટ ( સિંધ પાકિસ્તાન ) ના સોઢાઓ મા લગ્ન થયેલા,. Jesal Jadeja નું નામ જેશર જાડેજા છે પણ બોલવામાં સરળ થાય એટલે Jesal Jadeja બોલાય છે. Jesal Jadeja ના ૧૨ ગામ છે. Jesal Jadeja એ બહારવટું કર્યુ અને ઘણા પાપો કર્યા. દેવી સતી તોરલ ના આવ્યા પછી Jesal Jadeja ના જીવન મા પરીવર્તન આવ્યું અને જેસલ પીર થયા.
બહારવટું ખેલતા ત્યારે અંજાર મા કજ્લી નામ નુ જંગલ હતું ત્યાં જંગલ મા રેતા અને બહારવટું ખેલતા, અત્યારે તે સોરઠીયા વાસ છે અંજાર મા.
Jesal Jadeja ને અંજાર તાલુકા નું કિડાણા ગામ મળેલું, પછી જેસલ તોરલ બંને પોતાના ગુરુ નીમનાથજી મહારાજ હતા નખત્રાણા તાલુકાના ભડલી ગામે નદી ના કિનારે મહાદેવનું મંદિર છે ત્યાં ઘોડા ઉપર Jesal Jadeja ની આજે પણ પ્રતિમા બિરાજમાન છે ખાનણી દસ્તો છે , તોરી વારી ખોરળી કહેવાય ત્યાં જ્યોતપાટ ધર્મ નો સતસંગ કરતાં. એ પણ આજે વીદય માન છે. જ્યોતપાટ ધર્મ હતો તે અર્થવેદ આધારીત હતો. યુધીષ્ઠીર પણ આ ધર્મ પાળતા અને નિઝાર પંથી ધર્મ કહેવાય.
૧૪ મી સદીમાં જેસલ પીર, રામદેવ પીર, પીથોરા પીર, લાખા લોયણ, ઉગમસિંહ ભાટી આ બધા પાટ ધર્મ માં જોડાયેલા હતા. સતી તોરલ ના કચ્છ મા આવવાથી આ પાટ ધર્મ મા કચ્છ મા વધારે વ્યાપ થયો.
Jesal Jadejaએ જ્યારે સતી તોરલ ને ગુરુ માની લીધા અને આવો બહારવટિયો જેનું હૃદય પરિવર્તન થાતાં પીર થયા અને કચ્છ મા જેસલ પીર તરીકે પુજાય છે.
જેસલ અને તોરલ નો ઈતિહાસ. જાણો શું થશે જ્યારે જેસલ અને તોરલ ની સમાધિ ભેગી થશે, સંપૂર્ણ ઇતિહાસ
જેસલ તોરલ નું નામ એટલે ગુજરાતમાં જાણીતો ઇતિહાસ છે જેસલનો જન્મ ચૌદમી સદીમાં આસપાસ કચ્છ દેદા વંશનો લાખાજી જાડેજાના પુત્ર ચંદ્રોડી જાડેજાના થયો હતો અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં મળ્યુ હતું પણ ગરાસ ના હિસ્સામાં વાંધો પડતા તે બહારવટે ચડ્યો હતો Jesal Jadejaની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું કચ્છની કાળી ધરતીનો કાળો નાગ એટલે Jesal Jadeja
પણ એકવાર ભાભીના કડવા વેણ આ જાડેજાના અભિમાનને તહસ-નહસ કરી દીધા જાડેજાની ભાભી કહેલા વેન યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોંપો પડી ગયો હતો છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને તેઓ પાટની પૂજનવિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા સાસતિયા કાઠી જાગીરદાર હતો.
અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી થોડી ની બહાદુરી ની વાતો કચ્છના બહાદુર બહારવટિયા Jesal Jadejaને કાને આવી જેસલ આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે લાગ જોઈને Jesal Jadeja સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને અહીંયા સાસતિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો હતો
અને આવતાવેંત જ કાઠી રાજના ઘોડારમાં પેસી ગયો પાણીદાર તોરી ઘોડી જેસલ ને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડ નો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ ઘોડી પકડી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલા Jesal Jadeja ઘાસના ઢગલા માં છુપાઈ ગયો
રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બંને એવું કે ખીલો ઘાસની અંદર પડી રહેલા Jesal Jadeja ની હથેળીમાં આરપાર થઈને જમીન માં બેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલા થી વીંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખત રીતે જકડાઇ ગયો હતો આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક ચીસ પણ નીકળી નહીં અને મૂંગો જ પડ્યો રહ્યો.
આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો ટોળું પ્રસાદ વેચવા માટે નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક વ્યક્તિના ભાગનું પ્રસાદ વધ્યો કોના ભાગ નો પ્રસાદ વધ્યો તેની પછી શોધ ખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચ કોડ શરૂ કરી દીધું રખેવાળને થયું કે ઘોડીના પાસે કોઈક નવો માણસ નક્કી હોવુ જ જોઇએ અંદર આવીને જોયું તો ખીલા થી વિધાય ગયેલા હથેળીવાળા Jesal Jadejaની જોયું.
લોહી હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગયો Jesal Jadeja ના હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો આજે ઘોડીના રખેવાળે તેની મદદ કરી ખીલો નીકાળી કાઠિરાજ પાસે લઈ ગયા હથેળીમાં કિલો જોયા બાદ ચિસ્કારો ન પાડવા બદલ જેસલ ની વીરતા બતાવી Jesal Jadejaએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું.
અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા તોરી રાની તારી કાઠી રાજની ગેરસમજને દૂર કરતાં.
જેસલે કહ્યું હું તમારી તોરી ને લેવા આવેતો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશી થી લઇ જાવ Jesal Jadeja એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તો લઈ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરણ વાહણ મા બેઠા.
જ્યારે બરોબર મધ દરિયે વહાણ આવ્યો ત્યારે એકાએક વાદળો ચડી આવ્યા ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો દરિયામાં તોફાન આવ્યું મોજા ઉછળવા લાગ્યા હાલકડોલક થવા લાગ્યું અચાનક પલટો જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં જ ડૂબી જશે.
અનેકો લોકો નષ્ટ કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો સાથે તોરલ શાંત થઈને બેઠા હતા એના મુખ પર કોઈ ભય ન હતું જેસલ થયું મોતથી ના ડરતી આ કોઈ સતી છે.
ધોરણમાં જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યો અભિમાન ઓગળી ગયું આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરણની વિનંતી કરવા લાગ્યો ધોરણ એ જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો.
જેસલ નિર્દયતા ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઇ ગયો થોડા જ સમયમાં જેસલ બારવટીયા ના જીવનમાં પલટો આવી ગયો જેસલને દરિયામાં મોત દેખાતુ હોવાના કારણે બધું અભિમાન ઓગળી ગયું.
અને જેસલ નું હૃદય પરિવર્તન થયું તોરણ સતિના કારણે જેસર જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલપીર નામે ઓળખાય જ્યારે જેસલ અને તોરલ ની સમાધી ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે દુનિયાનો નષ્ટ થઈ જશે
કચ્છ : અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધી નો ફોટો છે અને આ સ્થળ પણ એક વિશિષ્ટ પ્રેરણાસ્થળ માનવામાં આવે છે.