આજે PM મોદીએ કુલ 35 જેટલી નવી ખેત પેદાશો દેશને સમર્પિત કરી હતી. જેમાં તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ રાયપુરનાં નવા પરિસરનું લોકાર્પણ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ આજે દેશના ખેડૂતોને ભેટ આપતા કહ્યું હતું કે ભારતીય કૃષિ હંમેશા વૈજ્ઞાનિક રહી છે. કારણ કે પહેલા એવું માનવમાં આવતું હતું કે ખેતી માટે ખેડકામ જેટલુ ઊંડું કરાય એટલું જ વધારે નીપજ ખેડૂત મેળવી શકે છે.
પરંતુ હવે કેટલીય નવી વેરાયટી ઋતુગત ફેરફારો સામે પણ લડી શકે છે.
New diseases and endemics are appearing due to climate change. This is posing a great crisis to the health of humans and livestock, it is also affecting crops. Intensive research on these issues is necessary: PM Modi dedicates to the nation 35 crop varieties with special traits pic.twitter.com/GhgjaA9Fre
— ANI (@ANI) September 28, 2021
ખેડૂતો સાથે વાતચીત
આજે PM મોદીએ ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી. જે પોતાના ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરતાં રહે છે એવ લોકો સાથે વાત કરવા દરમિયાન તેમણે જમ્મુ કશ્મીરના જેતૂન બેગમ સાથે વાત કરી હતી અને તેમના પાસેથી જાન્યુ હતું કે તેઓ દ્રાક્ષ, સફરજન આદિની ખેતી કેવી રીતે કરે છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સાયન્સ રાયપુરનું ઉદ્ઘાટન કર્યું હતું.
LIVE: PM Shri @narendramodi inaugurates National Institute of Biotic Stress Management in Raipur. https://t.co/fM8qytFp2S
— BJP (@BJP4India) September 28, 2021
નાનાં ખેડૂતોની જિંદગીમાં બદલાવ
છેલ્લા 6-7 વર્ષમાં નાનાં ખેડૂતોની જિંદગીમાં એટલો બદલાવ આવ્યો છે કે હવે ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેતી કરતો થઈ ગયો છે.
ઉત્તરાખંડનાં સુરેશ રાણાએ કહ્યું હતું કે તેમની પાસે 9 એકર જેટલી જમીન છે. તેમની જમીન ઉધમ સિંહ નગરનાં સમતલ પ્રદેશમાં છે. તેઓ ધાન્ય અને મકાઈની ખેતી કરે છે. રાણાએ કહ્યું હતું કે પહેલા વટાણા અને ગ્રીષ્મ ઋતુના ધન્ય લેતા હતા અને 2017 સુધી મોટું નુકસાન કરતાં હતા પણ પછી તેમણે મકાઇનો પાક લેવાનું શરૂ કર્યું અને હવે જમીનની ઉપજાઉ ક્ષમતા પણ વધી છે અને પાણીનું સ્તર પણ વધ્યું છે જેનાં કારણે તેઓને લાભ થયો હતો.
ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ
PM મોદી અગાઉ નરેન્દ્ર તોમર કે જે કૃષિ મંત્રી છે તેમણે પોતાની વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે PM મોદીએ જ્યારથી કારભાર સાંભળ્યો હતો ત્યારથી કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ આવી ગઈ છે. 99 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને આપવા માટે ફસલ બીમાં યોજના અને કિસાન સમ્માન નિધિ માંથી 1,58,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે.
ગ્રીન કેમ્પસ એવોર્ડ
પંજાબમાં ખેડૂત વિશ્વ વિદ્યાલયને પ્રથમ પુરસ્કાર, તમિલનાડુ વિશ્વવિદ્યાલય કોઇમ્બતુરને દ્વિતીય પુરસ્કાર અને ફિશરીઝ એજ્યુકેશન કેમ્પસ મુંબઇને ત્રીજો ઍવોર્ડ મળ્યો હતો
આ સાથે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પરિસરને સ્વચ્છ અને ગ્રીન બનાવવા માટે તથા વેસ્ટ ટુ વેલ્થ મિશનમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.