ગુજરાતમાં( Gujarat)સતત વરસી રહેલા વરસાદ(Rain) અને હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે રાજયની મોટા ભાગની નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે. જયારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ(Bhadar Dam -1 )સંપૂર્ણ ભરાયો છે. જો કે તેના ઉપરવાસના વિસ્તારોના હજુ પણ વરસાદ વરસી રહ્યો છે જેના પગલે હજુ પણ પાણીની આવક વધી શકે છે.
જેના પગલે રાજકોટના ભાદર 1 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે.
હાલ Bhadar-1 ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમમાં અત્યારે 57400 ક્યુસેક પાણીની આવક સામે 57400 ક્યુસેક પાણીની જાવક છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારના – 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેતપુરમાં ભારે વરસાદથી દરવાજા ખોલવાની ફરજ પડી છે.
https://youtu.be/A1fQBSM8SQI
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ડેમ Bhadar-1 છલકાતા ગોંડલ,જેતપુર,વીરપુર, રાજકોટના લોકોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ભાદરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. 1958 માં બનાવવામાં આવેલા Bhadar-1 ડેમની ઊંડાઈ 34 ફૂટની છે. Bhadar-1 માં 6648 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો સંગ્રહ થાય છે.
Neeta Ambani વિશ્વનું સૌથી મોંઘુ પાણી પીવે છે, 750 ML પાણીની બોટલની કિમત અધધધ…
ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના મોટાભાગના ડેમ ભરાવવાની તૈયારીમાં છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ડેમોને બાદ કરતા રાજ્યના મોટાભાગના ડેમોમાં 83 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેના પગલે રાજયના મોટાભાગના વિસ્તારોની પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી બની છે. તેમજ રાજયનો જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 63 ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજકોટનો ભાદર -1 ડેમ 100 ટકા ભરાયો છે.