સૌ કોઈ ઈચ્છે છે કે તે ખૂબ રૂપિયા કમાય. કેટલીય વાર તો વધારે સેલરીના ચક્કરમાં પોતાના પ્રોફેશનથી હટીને પણ જોબ કરતા હોય છે. જો આપને પણ કહેવામાં આવે કે, આપને Farm માંથી શાકભાજી તોડવા માટે વર્ષે 63 લાખ રૂપિયા મળશે, તો શું આપ આ જોબ કરશો ? કોઈ પણ વ્યક્તિ આ ઓફરને એક્સેપ્ટ કરી લેશે.
આવી જોબ યુકીને એક ફાર્મિંગ કંપનીએ આપી છે. તેના માટે આ કંપનીએ એક જાહેરાત પણ આપી છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલી એડ મુજબ શાકભાજી તોડવાની આ જોબ T H Clements and Son Ltd તરફથી ઓફર કરવામાં આવી છે. તેના માટે કંપનીએ ઓનલાઈન જાહેરાત પણ આપી છે. આ જાહેરાતમાં કહેવાયુ છે કે, આખુ વર્ષ ખેતર (Farm)માંથી કોબીજ અને બ્રોક્લી તોડવાની જોબના બદલામાં દર કલાકે 30 યુરો એટલે કે 3000 રૂપિયા મળશે. આ હિસાબે જોઈએ તો, વર્ષ દરમિયાન નોકરી માટે 62400 યુરો એટલે કે 6311641 રૂપિયા મળશે. આવી જોબ કોઈ પણ કરવા તૈયાર થઈ જાય. આ કામ કરવા માટે શારીરિક રીતે ફીટ હોવા જરૂરી છે. કારણ કે આખુ વર્ષ આ જ કામ કરવાનું છે.
આ જોબ માટે બે એડ ઓનલાઈન પબ્લિશ કરવામાં આવી છે. એક એડમાં કહેવાયુ છે કે, કંપની કોબિજ તોડવા માટે ફીલ્ડ ઓપરેટીવની શોધ કરી રહી છે. આ જોબથી આપ દર કલાકે 3000 રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકશો. પણ જો આપ વધારે કમાણી કરવા માગો છો, તો તે આપના પર ડિપેન્ડ છે. આપ જેટલુ કામ કરશો, તેટલા રૂપિયા મળશે.
PM Shram Yogi Man Dhan Pension : 2 રૂ. જમા કરાવીને મેળવો 36000 રૂ. નું પેન્સન
મજૂરોની કમીના કારણે આવી ઓફર આવી
આપને જણાવી દઈએ કે, હાલના સમયમાં યુકેમાં ખેતર (Farm)માં કામ કરવા મજૂરો અને વર્કર્સની ભારે તંગી છે. આ કારણે ત્યાંની સરકાર સીઝનલ એગ્રીકલ્ચર વર્કર્સ સ્કીમ અંતર્ગત ત્યાં જઈને જોબ કરવા માટે 6 મહિનાની ઓફર આપે છે. ફક્ત ખેતી જ નહીં, પણ અન્ય પણ એવા કેટલાય વ્યવસાય છે, જ્યાં વર્ક્સ અને મજૂરોની તંગી છે. ત્યારે આવા સમયે મજૂરોને લાવવા માટે કંપનીઓ આટલી મોટી ઓફર આપી રહી છે. યુકેમાં વર્ક્સની સેલરી આપી રહ્યા છે.