યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ગ્રાહકો માટે આધાર વેરિફિકેશનની રકમ 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધી છે. આ પહેલનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિવિધ સેવાઓ અને લાભો દ્વારા લોકોનું જીવન સરળ બનાવવા માટે એકમો તેની માળખાકીય સુવિધાઓનો લાભ લે. NPCI-IAMAI દ્વારા આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધતા UIDAI ના સીઈઓ સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે ફિનટેક ક્ષેત્રમાં આધારનો લાભ લેવાની અપાર સંભાવના છે.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ સારો ઉપયોગ
‘અમે પ્રતિ વેરિફિકેશનનો દર 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કર્યો છે. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓ સરકાર દ્વારા બનાવેલ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે. માન-સન્માન સાથે લોકોનું જીવન સરળ બનાવવા માટે આ માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરવો જરૂરી છે. ‘અત્યાર સુધીમાં 99 કરોડ ઇ-કેવાયસી (તમારા ગ્રાહકને જાણો) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આધાર કાર્ડ અસલી છે કે નકલી
UIDAI એ તેના ગ્રાહકો માટે એક ખાસ એલર્ટ જારી કર્યુ છે. UIDAI એ કહ્યું છે કે તમામ 12 ડિજિટનો નંબર આધાર કાર્ડનો અસલી નંબર નથી. આજકાલ દરેક કાર્ડ માટે આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે. આ સાથે, આધારમાં ડુપ્લિકેશન અને ચેડા પણ વધી રહ્યા છે. આ છેતરપિંડીથી બચવા માટે UIDAI એ એલર્ટ જારી કર્યુ છે. UIDAI એ કહ્યું છે કે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારતા પહેલા કાર્ડને વેરિફાય કરવુ જરૂરી છે.
PAN CARD ને Invalid થતાં બચાવી લો: દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને આપી છે ચેતવણી, કરજો આ કામ
UIDAI એ આપી જાણકારી
UIDAI એ સોશિયલ મીડિયા ટ્વિટર પર જાણકારી શેર કરતા લખ્યું કે દરેક 12 ડિજિટનો નંબર આધાર નથી હોતો. UIDAI એ કહ્યું કે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર સાચો છે કે નહીં તેના માટે UIDAI ની વેબસાઇટ પર વેરિફિકેશન કરી શકાય છે. આ ઉપરાંત mAadhaar એપ દ્વારા વેરિફાય કરી શકાય છે.
કેવી રીતે કરશો વેરિફાય
નોંધનીય છે કે આધાર કાર્ડનું વેરિફિકેશન ઓનલાઇન અને ઓફલાઇન કરી શકાય છે. આ માટે, યુઝર્સે લિંક Resident.uidai.gov.in/verify પર લોગ ઇન કરવાનું રહેશે. તે પછી અહીં 12 અંકનો આધાર નંબર લખવો પડશે. તે પછી સિક્યોરિટી કોડ અને કેપ્ચા ભર્યા પછી, તમારે Proceed To Verify પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી, 12 અંકના નંબરનુ વેરિફિકેશન સ્ક્રીન પર દેખાશે. આ તમારો અસલી આધાર નંબર છે.