China માં સર્જાયેલા ભયાનક વીજસંકટને પગલે વિશ્વની સપ્લાય ચેઇન ખોરવાઇ જવાનો ભય તોળાઇ રહ્યો છે. વીજકાપ અને અંધારપટના કારણે વિશ્વના સૌથી મોટા નિકાસકાર દેશ China માં મોટી સંખ્યામાં ફેક્ટરીઓમાં કામકાજ ઠપ થયું છે જેના પગલે દેશનું અર્થતંત્ર મંદ પડવા અને આગામી તહેવારોની સિઝનમાં વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઇ જવાનો ખતરો પેદા થયો છે.
ચીનની ફેક્ટરીઓમાં કામદારોને લાઇટ બંધ કરવા, એસી બંધ કરી બારીઓ ખોલી કામ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
China ની એક ફેક્ટરી દર અઠવાડિયે 2 કરોડ ‘સજ્જન મચ્છર’ પેદા કરે છે, જાણો શા માટે ?
કોલસાના પુરવઠામાં આવી રહેલી મુશ્કેલીના કારણે ચીન માં સંખ્યાબંધ મોલ અને દુકાનો પણ બંધ કરાવવામાં આવી રહી છે. ચીન માં ફેક્ટરીઓમાં કોલસાની વધી રહેલી માગના કારણે કોલસાની કિંમતોમાં પણ મોટો ઉછાળો થયો છે.