Google દુનિયામાં સૌથી વધારે પસંદ કરાતી અને ઉપયોગ કરવામાં આવનારી સર્ચ એન્જિન કંપની છે. આજના સમયમાં ગૂગલ પર કંઈ પણ ટાઈપ કરીને કે પછી બોલીને શોધી શકાય છે. અહીં યુઝર્સને દુનિયાભરની જાણકારીઓ મળી રહે છે. એમ કહેવું જરાય ખોટું નહીં હોય કે ગૂગલે લોકોની લાઈફ ખૂબ સરળ બનાવી દીધી છે. દુનિયાની પ્રખ્યાત ટેક કંપની ગૂગલે સોમવારે પોતાનો 23મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો.
સર્ચ એન્જિન ગૂગલે હોમપેજ પર ડૂડલ દ્વારા આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
ગુગલના ફોટોમાં જોઈ શકાય છે કે Google ડૂડલમાં 23 લખ્યું હતું અને એક કેક પણ છે. તો ગુગલમાં Lની જગ્યા પર મીણબત્તી હતી. આ ડૂડલ એક એનિમેટેડ ફીચર છે જે શાનદાર નજરે પડી રહ્યું છે, ધ્યાન આપવા જેવી વાત એ છે કે ટેક્નિકલ રીતે ગૂગલની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1998ના રોજ થઈ હતી. તો કંપનીએ પહેલા 7 વર્ષો સુધી એ જ દિવસે જન્મ દિવસ મનાવ્યો પરંતુ, ત્યારબાદ જન્મ દિવસ 27 સપ્ટેમ્બરે બદલવાનો નિર્ણય લેવાયો. ડૂડલની હિસ્ટ્રી વર્ષ 1998થી લઈને ગૂગલની સ્થાપનાના એક મહિના પહેલાની છે.
પહેલી વખત ડૂડલ બ્લેક રૉક સિટી, Nevadaમાં લાંબા સમયથી ચાલી રહેલી Burning Man ઇવેન્ટ પર તૈયાર કરવામાં આવ્યું હતું. Sergery Brin અને Larry Page દ્વારા મળીને સ્થાપિત કરવામાં આવેલું ગૂગલ આજે દુનિયાભરમાં મોટા સ્તર પર પસંદ કરાતું સર્ચ એન્જિન છે. ગૂગલની શોધ વર્ષ 1998માં સપ્ટેમ્બર મહિનામાં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે સ્ટુડન્ટ્સ Larry Page અને Sergery Brinએ કરી હતી. તેની શરૂઆત વાસ્તવમાં એક સર્ચ પ્રોજેક્ટ તરીકે થઈ હતી.
લેરી અને સર્ગે બ્રિને Google.stanford.edu એડ્રેસ પર ઈન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું હતું. લેરી પેજ અને સર્ગે બ્રિને ઓફિશિયલ લોન્ચ કરવા પહેલા તેનું નામ Backrub રાખ્યું હતું. ત્યારબાદ Google કરી દેવામાં આવ્યું. આ સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે, અમે પોતાની સિસ્ટમનું નામ Google રાખ્યું છે કેમ કે તે 10100 કે Googol માટે કોમન સ્પેલિંગ છે અને એ અમારા લાર્જ સ્કેલ સર્ચ એન્જિન બનાવવાના લક્ષ્ય પર ફિટ બેસે છે.
નિર્મલા સીતારમણે Infosys ના CEO ને ખખડાવ્યા, વેબસાઈટ લોન્ચ કર્યાને બે મહિનામાં જ કેમ લોચા થાય ?
15 સપ્ટેમ્બર, 1995ના રોજ Google.com ડોમેન રજિસ્ટ્રેશન થયું હતું પરંતુ, Google કંપની તરીકે 4 સપ્ટેમ્બર, 1998ના રોજ રજિસ્ટર કરવામાં આવી હતી. તો 27 સપ્ટેમ્બરના રોજ સર્ચ એન્જિન પર રેકોર્ડ નંબર પેજ સર્ચ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જ દિવસે ગૂગલનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. ગૂગલ આજે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. ગૂગલ પર આજે 100થી વધારે ભાષાઓમાં સર્ચ કરી શકાય છે. સર્ચ એન્જિન ગૂગલનો ઉપયોગ લેપટોપ, કમ્પ્યુટર અને મોબાઇલમાં પણ થાય છે.