ફેસ્ટિવ સીઝનમાં રાંધણ Gas સિલિન્ડની વધતી કિંમતથી આમ જનતા પરેશાન છે. તાજેતરમાં જ Gas સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. અને આ સાથે જ દિલ્હીમાં આ સમયે 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ 899.50 રૂપિયા થઇ ગયો છે. પરંતુ આ દરમિયાન સામાન્ય લોકો માટે સારા સમાચાર છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમે (Hindustan Petroleum) તેના ગ્રાહકોને નવરાત્રિ પર Gas સિલિન્ડરની ખરીદી પર 10,000 રૂપિયા સુધીનું સોનું જીતવાની તક આપી છે. કંપનીએ ટ્વિટર પર આ ઓફરની માહિતી પણ શેર કરી છે.
Navratri Gold Offer for #HPGas customers is here!
Stand a chance to win @Paytm Gold worth ₹10001 on book & pay for your HP Gas cylinder through Paytm. You can pay for existing unpaid booking using Paytm app alsoOffer Period: 7-16 Oct '21
5 lucky winners every day
*T&C applies pic.twitter.com/Rp0WVe8DbC— Hindustan Petroleum Corporation Limited (@HPCL) October 7, 2021
હિન્દુસ્તાન પેટ્રોલિયમે માહિતી આપી
હિન્દુસ્તાન પેટ્રોલિયમના ટ્વિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘આ ઓફર હેઠળ, પેટીએમ (Paytm) દ્વારા Gas બુક કરનારા ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધીનું સોનું જીતવાની તક મળી છે. આ ઓફર 7 ઓક્ટોબરથી શરૂ થઈ છે. ગ્રાહકો 16 ઓક્ટોબર સુધી આ ઓફરનો લાભ લઇ શકે છે. નવરાત્રિ ગોલ્ડ ઓફર હેઠળ દરરોજ 5 લકી વિનરની પસંદગી કરવામાં આવશે.
ભારતની દીકરી : અભ્યાસ પૂરો કર્યાનાં ૧૫ દિવસમાં જ ૨ કરોડના પેકેજની ઓફર
PayTM દ્વારા બુકિંગ પર મળશે કેશબેક પોઇન્ટ
તમને જણાવી દઈએ કે આ ઓફર માત્ર Gas સિલિન્ડરની બુકિંગ અથવા પેમેન્ટ પર લાગુ થશે. પસંદ કરેલા 5 વિજેતાઓને 10,000 રૂપિયા સુધીનું સોનું આપવામાં આવશે. ગ્રાહકોને પેટીએમ દ્વારા Gas બુક કરીને અન્ય ઘણા લાભ પણ મળી રહ્યા છે. આ દ્વારા, તમામ ગ્રાહકોને Gasની બુકિંગ કરાવવા પર સિલિન્ડર બુકિંગ પર રૂ. 1,000 નો કેશબેક પોઇન્ટ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહકો આ રિવોર્ડ પોઈન્ટનો ઉપયોગ ડીલ્સ અને ગિફ્ટ વાઉચર માટે કરી શકે છે.