ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
શિવાંશ (Shivansh)ના ભવિષ્યની ચિંતા સરકાર કરશે
આખું ગુજરાત શિવાંશ (Shivansh)ને સ્વીકારવા તૈયાર
ગાંધીનગરના પેથાપુરની ગૌશાળામાં પિતા દ્વરા તરછોડાયેલા માત્ર 10 જ માસના બાળક શિવાંશ (Shivansh)ને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્કંઠા વધી ગઈ છે.
ગૃહ વિભાગના રાજ્ય મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, શિવાંશ (Shivansh)ને આખું ગુજરાત સ્વીકારવા તૈયાર છે. જો તેને પિતા નહિ સાચવી શકે તો બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી છે અને બાળકના ભવિષ્યને લઈને તમામ પગલાઓ લઈશું.
શિવાંશ (Shivansh)નાં ભવિષ્યની ચિંતા સરકાર કરશે-સંઘવી
ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ સુરતમાં પોતાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન તરછોડાયેલા બાળકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આખો ભેદ ખોલી નાખ્યો છે.આરોપીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી છે.આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય એ સરકારની જવાબદારી બને છે. જો પિતા કે તેનો પરિવાર શિવાંશ (Shivansh)ને સાચવી કે દેખભાળ નહિ કરી શકે તો સરકાર બાળકના ભવિષ્ય અંગે તમામ પગલાં લેશે. સંઘવીએ એમ પણ ઉમેર્યું કે, આખું ગુજરાત શિવાંશ (Shivansh)ને સ્વીકારવા તૈયાર છે. ગુજરાત પોલીસે સૌથી પહેલા આ બાળકના પિતાને શોધ્યો છે .અને 24 કલાકમાં જ પોલીસ તમામ કડીઓ સુધી પહોચી ગઈ છે. આરોપો સચિને જ પ્રેમિકા હીનાની હત્યા કરી છે.અને પોલીસે સઘળા ભેદ-ભરમ પરથી પરદો ઊંચકી દીધો છે.
હીનાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયો
શિવાંશ (Shivansh)ની માતા અને સચિન દીક્ષિતની પ્રેમિકા મહેંદી ઉર્ફ હીનાના મૃતદેહને વડોદરા પોલીસે સયાજી હોસ્પીટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે. આજે બપોરના સુમારે સચિનને લઈને પોલીસ આ ફ્લેટ પર આવી પહોચી હતી.સાથ ફોરેન્સિક ટીમ પણ અહીં પહોચી હતી. શિવાંશ (Shivansh) નામના બાળકને તરછોડી જનાર પિતા સચિન દીક્ષિતે જ પોતાની પ્રેમિકા મહેંદી ઉર્ફ હીનાની હત્યા કર્યાનો ખુલાસો થઇ ગયા બાદ,પોલીસ તેને વડોદરાના એ ફ્લેટમાં લઇ ગઈ છે જ્યાં હીનાની હત્યા કરવામાં આવી છે અને આ ફ્લેટના રસોડામાં સચિને લાશને બેગમાં પેક કરીને રાખી હતી.વડોદરાના DCP લખધીર સિંહ ઝાલાએ કહ્યું કે,આરોપી સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ગાંધીનગર પોલીસની કાર્યવાહી પૂર્ણ થતા જ સચિન સામે ફરિયાદનો તખ્તો તૈયાર કરવામાં આવશે.
શા માટે કરાઈ મહેંદીની હત્યા?
પોલીસના જણાવ્યા અનુસાર, બન્નેએ વડોદરામાં દર્શનમ ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો. દિકરા શિવાંશ (Shivansh) સાથે ત્રણેય ભાડે રહેતા હતા. શનિ-રવિ મૂળ પત્ની, માતા-પિતા સાથે આવતો હતો. જોકે મૂળ પરિવારે 2 દિવસ પહેલા વતન(ઉત્તરપ્રદેશ) જવાનુ કહ્યું હતું. આ બાબતમાં સચિન અને મહેંદી વચ્ચે મોટો ઝઘડો થયો હતો.
સચિને પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવાની વાત કરી ત્યારે છોકરીએ કહ્યું કાંતો પરિવારને રાખ કાં તો મને રાખ. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા ફોર્સ કર્યો હતો. આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થતાં સચિને ગળુ દબાવીને હત્યા કરી હતી. આવેશમાં આવીને ઝઘડો થયો અને હત્યા કરાઈ હતી. હત્યાનો પ્રી પ્લાન હોય તેવું લાગી રહ્યું નથી. ગઇકાલે મહેંદીની માતાએ પોલીસને સંપર્ક કર્યો ન હતો.
શું છે સમગ્ર મામલો?
2 દિવસ અગાઉ મોડી રાતે ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી એક બાળક મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને આ મામલાની જાણ થયાં બાદ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક કોર્પોરેટર દિપ્તી બેન દ્વારા બાળકની સાર સંભાળ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી રહી છે.
આ ઘટના ક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના તમામ કાર્યક્રમો અટકાવીને બાળકને મળવા પહોંચ્યા હતા અને પોલીસની 7 ટીમો દ્વારા માતા-પિતાની શોધખોળ હાથ ધરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું, આ તપાસના 24 કલાકમાં જ ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી અને બાળકના પિતા ગાંધીનગર સ્થિત સેક્ટર 26માં રહેતા હોવાનું સામે આવ્યું અને કાર પણ મળી આવી હતી.
શું તમે બાળકોના નામે રોકાણ કર્યું છે તો આજે જ જાણો Income Tax સાથે જોડાયેલા આ નિયમો
જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા પડોશીએ બાળક સચિન દિક્ષીતનું નહીં હોવાનું કહેતા મામલો વધુ સંદિગ્ધ બન્યો હતો. અંતે પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં બાળક થયું હોવાનું સામે આવ્યું હતું. અંતે દિક્ષીતે પ્રેમિકાની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.