ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી નોકરીની તૈયારી કરનારા યુવાનો માટે ઉજળ તક આવી છે. રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં ભરતી (Recruitment) પાડી છે. જેમાં રાજ્ય સરકારના ઉદ્યોગ, ખાણ ખનીજ, મુદ્રન પ્રકાશન વિભાગમાં ભરતી (Recruitment) શરૂ થશે.
આ તમામ વિભાગોમાં 114 જેટલી જગ્યા માટે ભરતી (Recruitment) થશે. સરકાર આ ભરતીમાં કરાર આધારિત જગ્યાઓ ભરાવશે. બીજી તરફ 12 જેટલી ટેક્નિકલ કેડર માટે ભરતી કરવામાં આવશે.
ઉધોગ ખાણ ખનીજ મુદ્રન પ્રકાશન વિભાગમાં થશે ભરતી,
વિભાગમાં 114 જગ્યા માટે થશે ભરતી,
વિભાગમાં કરાર આધારિત થશે ભરતી,
12 જેટલી ટેક્નિકલ કેડર માટે થશે ભરતી,
નિયામક મુદ્રન લેખન કચેરી માટે થશે ભરતી,
સમગ્ર ગુજરાત નો વહીવટ કરતું સચિવાલય કઈ રીતે કામ કરે છે? કેટલા વિભાગો હોય છે, જાણો
લાયકાત પ્રમાણે તમામ વિભાગોમાં ભરતી (Recruitment) કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર નિયામક મુદ્રન લેખન કચેરી માટે પણ ભરતી બહાર પાડવાની છે, તો આ પદો માટે લાયકાત ધરાવનારને સરકાર તક આપી રહી છે.