આરએસએસ પ્રમુખ Mohan Bhagvat એ રવિવારે (10 ઓક્ટોબર) કહ્યુ કે લગ્ન માટે બીજો ધર્મ અપનાવનારા હિંદુ ખોટુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ બસ પોતાના નાના સ્વાર્થો માટે થઈ રહ્યુ છે આનુ કારણ એ છે કે હિંદુ પરિવાર પોતાના બાળકોને પોતાના ધર્મ અને પરંપરાઓ માટે ગર્વ કરનારી વાતો અને મૂલ્યો વિશે નથી જણાવી રહ્યા.
Mohan Bhagvat એ કહ્યુ, ‘રૂપાંતરણ કેવી રીતે થાય છે? આપણી છોકરીઓ અને છોકરાએ બીજા ધર્મોમાં કેવી રીતે પરિવર્તિત થાય છે? તે પણ લગ્ન અને નાના-નાના સ્વાર્થી કારણો માટે આમ કરવુ ખોટુ છે. આપણે પોતાના બાળકોને તૈયાર નથી કરતા. આપણે પોતાના અને પોતાના ધર્મ પર ગર્વ કરવાની જરૂર છે.’
Mohan Bhagvat એ કહ્યુ કે આપણે તેને સંસ્કાર ઘરમાં આપવા પડશે. પોતાના લોકો પ્રત્યે ગૌરવ, પોતાના ધર્મ પ્રત્યે ગૌરવ, પોતાની પૂજા પ્રત્યે ગૌરવ. તેને લઈને કોઈ પ્રશ્ન આવશે તો જવાબ આપવા. કન્ફ્યુઝ ન થવુ જોઈએ. ધર્માંતરણ પર Mohan ભાગવતનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ઘણા ભાજપશાસિત રાજ્યો કથિત રીતે લવ જેહાદના વિરોધમાં કાયદો લાવ્યા છે. એવુ સમજવામાં આવે છે કે આ કાયદાઓને આરએસએસના દબાણમાં લાવવામાં આવ્યા હતા.
Mohan Bhagvat એ ભારતીય પારિવારિક મૂલ્યો અને તેમના સંરક્ષણ વિશે વિસ્તારથી વાત કરી અને તેમણે એ પણ મુદ્દો ઉઠાવ્યોકે કેવી રીતે મોટાભાગના આરએસએસ કાર્યક્રમોમાં માત્ર પુરુષો જ દેખાય છે. Mohan Bhagvat એ કહ્યુ, ‘આરએસએસનો ઉદ્દેશ હિંદુ સમાજને સંગઠિત કરવાનો છે. પરંતુ જ્યારે આપણે આરએસએસના કાર્યક્રમ આયોજિત કરીએ છીએ ત્યારે આપણે માત્ર પુરુષ જ દેખાય છે. જો આપણે આખા સમાજને સંગઠિત કરવા માંગતા હોય તો આમાં 50 ટકા મહિલાઓ પણ હોવી જોઈએ.’
લવ જેહાદ હવે ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનારાઓ માટે ગુજરાતમાં કડક કાયદા લાગુ થઈ ગયા છે.
Bhagvat એ કહ્યુ, ‘ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિની બીજા સાથે શેર કરી છે. મુઘલોના આવવા સુધી ભારત પાસે ઘણી સંપત્તિ હતી.’ આરએસએસ પ્રમુખ Mohan Bhagvat એ કહ્યુ, ‘પહેલી શતાબ્દીથી 17મી સદી સુધી દેશમાં મુઘવ લૂંટ શરૂ થતા પહેલા ભારત આર્થિક રીતે દુનિયાનુ સૌથી સમૃદ્ધ દેશ હતો એટલા માટે તેને સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો.’ આરએસએસ પ્રમુખ Bhagvat એ માતાપિતાને બાળકો ઓટીટી પ્લેટફૉર્મ પર શું જોઈ રહ્યા છે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે પણ જણાવ્યુ.