MG Motors પોતાની મિડ-સાઈઝ SUV MG Astor આવતા અઠવાડિયે લોન્ચ કરશે. કંપનીએ અત્યારસુધીમાં તેના ઘણા બધા ફીચર્સ જણાવ્યા છે. તેમાંથી એક છે આ કારમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રોબોટ હશે, જે તમારી સાથે વાતો કરશે અને કારના ઘણા કનેક્ટેડ ફીચર્સને ચલાવશે. આ દેશની પહેલી AI કાર હશે. MG Astorમાં જે AI રોબોટ હશે, તેનો અવાજ પેરાલમ્પિક એથલીટ દીપા મલિકે આપ્યો છે.
આ રોબોટ કારના કનેક્ટેડ ફીચર્સ સાથે સંકળાયેલા કામો કરશે. સાથે જ તમારા માટે ગીતો વગાડશે, જોક સંભળાવશે, વીકિપીડિયામાંથી કોઈ વાતની જાણકારી આપવા અને સમાચાર વાંચવાનું કામ કરશે. તે કારના ડેશબોર્ડ પર લાગેલું હશે અને સનરૂફ ખોલવા, નેવિગેશન ચાલુ કરવા જેવા કામ પણ કરશે.
MG Astor અસલમાં કંપનીની ઈલેક્ટ્રિક કાર MG ZS EVનું જ ICE વર્ઝન છે. તે બે એન્જિન ઓપ્શનની સાથે આવે છે. તેમા 1.3 લીટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે. તે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવશે. તે 140 PSનો મહત્તમ પાવર અને 144 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. MG Astorના કંપની 8 ટ્રિમ લોન્ચ કરી શકે છે.અત્યારસુધી સામે આવેલી જાણકારી અનુસાર તેના નામ Style, Super, Smart STD, Smart, Sharp STD, Sharp, Savvy અને Savvy Red હોઈ શકે છે. તેમા Savvy અને Savvy Red આ SUVના ટોપ મોડલ હોઈ શકે છે.
MG Astor આ સેગમેન્ટની પહેલી એવી કાર હશે જેમા એડવાન્સ ડ્રાયવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) હશે. તેમા 14 ઓટોનોમસ ફીચરની વચ્ચે એડવાન્સ ક્રૂઝ કંટ્રોલ, ફોરવર્ડ કોલિજન વોર્નિંગ, ઓટો ઈમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ, લેન ડિપાર્ચર પ્રિવેન્શન, બ્લાઈન્ડ-સ્પોટ ડિટેક્શન અને સ્પીડ આસિસ્ટ સામેલ છે.
આ ઉપરાંત, કારમાં છ એરબેગ્સ, હિલ હોલ્ડ, હિલ ડિસેન્ટ, ચારેય પૈંડા પર ડિસ્ક બ્રેક, 360 ડિગ્રી કેમેરા, કોર્નરિંગ આસિસ્ટ ફોગલેમ્પ અને ઈલેક્ટ્રિક પાર્ક બ્રેક જેવા સેફ્ટી ફીચર્સ પણ છે.
MG Astor ની માર્કેટમાં સીધી ટક્કર Hyundai Creta અને Kia Seltos સાથે થવાની છે. આ સેગમેન્ટમાં Tata Harrier પણ મોટી દાવેદાર છે. એવામાં તેની પ્રાઈઝ રેન્જ આ ગાડીઓની પ્રતિસ્પર્ધા બરાબર રહી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે, MG Astorની સ્ટાર્ટિંગ પ્રાઈઝ 11 લાખ રૂપિયાથી શરૂ થશે.