COVAXIN ને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. એટલે કે હવે 2 વર્ષથી 18 વર્ષનાં Children માટે ઉપયોગમાં લેવાની DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને આ Covaxin બનાવી છે કે જે ભારતીય કોરોના રસી છે. કોવેક્સિન કોરોના વાયરસ સામે ક્લિનિકલ ટ્રાયલમાં લગભગ 78 ટકા અસરકારક સાબિત થઇ છે.
છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોના વાયરસના માત્ર 14, 313 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,39,85,920 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાના કારણે વધુ 181 લોકોના મોત બાદ, મૃત્યુઆંક વધીને 4,50,963 થયો છે.
છેલ્લા 24 કલાકમાં, દેશમાં 26 હજારથી વધુ કોરોના પીડિતો પણ સાજા થયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 33 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધી, રસીની ઓછામાં ઓછી એક માત્રા 95 કરોડથી વધુ લોકોને આપવામાં આવી છે.
ડૉક્ટરોનો PM મોદીને પત્ર, Childrenને કોરોના વેક્સિન આપવાનું અભિયાન તાત્કાલિક બંધ કરો કારણ કે..
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની છે અને તેની અસર Children ઉપર વધુ થશે એવા કારણો બતાવીને Childrenને કોરોના વેક્સિન આપવા માટેનું અભિયાન ભારતમાં શરૃ કરાયુ છે પરંતુ આ અભિયાન ખોટું છે અને Childrenને રસી આપવી જોઇએ નહીં એવી દલીલો સાથે ભારતના ૧૦૧ ડોક્ટરોએ તા.૭મી ઓક્ટોબરે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને Childrenને રસી આપવાનું અભિયાન તાત્કાલિક બંધ કરવા માટે વિનંતી કરી છે.
હવે દેશના તમામ Childrenમાં કોરોના સામે ઇમ્યુનિટી આવી ગઇ છે
આ ડૉક્ટરોનું કહેવું છે કે કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાઇ ચુક્યું છે હવે દેશના તમામ Childrenમાં કોરોના સામે ઇમ્યુનિટી આવી ગઇ છે એટલે ત્રીજી લહેર Children માટે ખતરનાક છે એવું કહેવું અવૈજ્ઞાાનિક છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયા અને પિડિયાટ્રિક એસોસિએશન પણ આ વાતને સમર્થન આપ્યું છે.
સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા પણ લોકસભામાં કહી ચૂક્યાં છે કે, દુનિયામાં એવા કોઇ પુરાવા નથી મળ્યા કે કોવિડ ૧૯ અથવા તો ડેલ્ટા વેરિએન્ટથી Childrenને ખતરો છે. Children માટેની રસીને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે અને આ રસીની લાંબા ગાળે Children ઉપર શું અસર થશે તે અંગે કોઇ સંશોધન નથી થયું માટે આવી રસી Children માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ છે.
જો તમારા વિસ્તારના Road ખરાબ હોય તો આ નંબર પર કરો જાણ,ભૂપેન્દ્ર સરકારનો વધુ એક પ્લાન
નિષ્ણાંતોની સલાહ મુજબ, Childrenની શાળાઓ અને કોલેજો કોઈ પણ વિલંબ વગર શરૂ કરવામાં આવે
આથી Children પર ચાલી રહેલી તમામ કોવિડ -૧૯ રસીઓનું પરીક્ષણ કરવાનું બંધ કરો. Children માટે કોવિડ ૧૯ની જે રસીને ઇમજન્સી મંજૂરી આપવામાં આવી છે આવી રસીઓ આપવાનું બંધ કરવુ જોઇએ. નિષ્ણાંતોની સલાહ મુજબ, Childrenની શાળાઓ અને કોલેજો કોઈ પણ વિલંબ વગર અને કોઈ પણ પ્રતિબંધ વિના તરત જ શરૃ કરો તેવી ડોક્ટરોની માગ છે.