ઘણી વખત તમારા આધાર કાર્ડનો ફ્રોડ લોકો ખોટી રીતે ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં UIDAI સમયાંતરે આધાર કાર્ડને છેતરપિંડીથી બચવા માટે ગાઇડલાઇન જારી કરે છે. આ કડીમાં UIDAIએ આધારને ફ્રોડથી બચાવવા માટે કહ્યું છે કે તમારા આધારને મોબાઇલ સાથે લિંક રાખો અને તેને અપડેટ પણ કરો.
આધારમાં મોબાઇલ નંબર અને ઈમેલને આવી રીતે કરો વેરિફાય
UIDAI ની સત્તાવાર વેબસાઇટ Uidai.gov.in ની મુલાકાત લો અથવા https://resident.uidai.gov.in/verify-email-mobile પર ક્લિક કરો.
જો તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ તો My Aadhaar પર ક્લિક કરો
હવે Aadhaar Services ટેબ પર જાઓ અને Verify Email/Mobile Number પસંદ કરો
અહીં તમારો 12 અંકનો આધાર નંબર કાળજીપૂર્વક દાખલ કરો
સંપર્ક વિગતોમાં, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી વિગતો આપો.
હવે કેપ્ચા વેરિફિકેશન પૂર્ણ કરો
હવે સેન્ડ OTP પર ક્લિક કરો
આ સાથે તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર એક OTP આવશે. આ બતાવશે કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આધારમાં નોંધાયેલ છે. જો આધારમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય તો તમે કરી શકો છો. આધારમાં મોબાઇલ નંબર રજીસ્ટર કરવા અથવા અપડેટ કરવા માટે અરજદારે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. નંબર અપડેટ થવામાં 90 દિવસ લાગે છે. આધારમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવા માટે, તમે આ પગલાંને અનુસરી શકો છો-
કેવી રીતે મોબાઇલ નંબર લિંક કરાવવુ?
પરંતુ જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ લિંક નથી તો ઘરે બેઠા આ કામ નહીં થાય. તેના માટે તમારે નજીકના આધાર સેન્ટર જવાનું રહેશે. ત્યા જઇ સૌપ્રથમ આધાર કાર્ડને અપડેટ કરાવવાનું રહેશે. આધાર કાર્ડ અપડેટ કરાવવાની આ છે પ્રોસેસ.
તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લો અને આધાર કાર્ડ સુધારણા ફોર્મ ભરો
આધારમાં અપડેટ કરવા માટે મોબાઇલ નંબર દાખલ કરો
કરેક્શન ફોર્મ સબમિટ કરો અને પ્રમાણીકરણ માટે તમારો બાયોમેટ્રિક ડેટા આપો
આધાર કેન્દ્રનો કર્મચારી તમને એક રસીદ આપશે
રસીદ પર અપડેટ વિનંતી નંબર (URN) નો ઉલ્લેખ છે
આ URNનો ઉપયોગ કરીને આધાર અપડેટ સ્ટેટસ ચેક કરી શકાય છે
આધારમાં મોબાઈલ નંબર અપડેટ કર્યા પછી (Upadte Mobile Number with Aadhaar), તમારે નવું આધાર કાર્ડ લેવાની જરૂર નથી.
જલદી તમારો મોબાઈલ નંબર આધાર સાથે રજીસ્ટર થશે, તમારા નંબર પર આધાર OTP આવવાનું શરૂ થશે.
વરસાદ અને વીજળી થતી હોય તે દરમ્યાન Selfie લેવાથી તમારો જીવ જઈ શકે છે જાણો તેનું કારણ
જો તમે ઇચ્છો તો, તમે UADAIના ટોલ ફ્રી નંબર 1947 પર ફોન કરીને આધારની અપડેટ થયેલી સ્થિતિ પણ ચકાસી શકો છો.