ગુજરાત સરકાર દ્વારા અનામતમાં ન આવતા હોય તેવા વર્ગો માટે ખાસ અલગ અલગ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓની મદદથી તમે સરકારી પરીક્ષાની તાલીમ અથવા NEET, GUJCET જેવી પરિક્ષાઓની સાથે સાથે શૈક્ષણિક અભ્યાસ માટે Loanથી લઈને વિદેશમાં ભણવા માટે સહાય (Loan) મેળવી શકાય છે.
બિન અનામત વર્ગની મદદ માટે ગુજરાત સરકારે વર્ષ 2017માં અલગ આયોગની રચના કરી હતી જે બિનઅનામત વર્ગ માટેની વિવિધ યોજનાઓ માટે કામ કરે છે.
એવામાં જો તમે પણ બિન અનામત વર્ગમાં આવતા હોવ તો તમારા માટે કામની ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે જેનો લાભ ઉઠાવી શકો છો. બિનઅનામત વર્ગની કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે, તો સૌથી પહેલા જાણીએ આ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું.
બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર:
કોની પાસેથી મેળવી શકાશે બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર:
જે તે વિસ્તારનાં કલેકટર, મદદનીશ કલેકટર, નાયબ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ નિયામક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બિનઅનામત વર્ગનાં પ્રમાણપત્ર ઈશ્યૂ કરી શકે છે.
કયા પૂરાવા જરૂરી?
જે તે અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
જે તે સક્ષમ અધિકારીને જરૂર જણાય તો દાદા, પિતા, કાકા, ફોઇ પૈકી કોઈ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માંગી શકે છે
રહેઠાણનાં પૂરાવા: લાઇટ બિલ, ટેલિફોન બિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક
પાસપોર્ટ સાઈઝના બે ફોટા
આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર (EWS)
ગુજરાત સહિત દેશભરમાં SC, ST, SEBR/OBC સિવાયની જાતિઓમાં જે લોકો આર્થિક રીતે પછાત છે તેમના માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી છે.
જે વ્યક્તિનાં કુટુંબનાં તમામ સ્ત્રોત મળીને કુલ વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી થતી હોય તેમને 10 ટકા અનામતનો લાભ મળી શકે છે. આ અનામતનો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે અલગ અલગ પ્રમાણપત્ર આપે છે. કેન્દ્ર સરકારની યોજના કે નોકરી તથા રાજ્ય સરકારની યોજના કે નોકરી માટે અલગ અલગ પ્રમાણપત્રની જરૂર પડે છે.
બિનઅનામત વર્ગ માટે ચાલતી ગુજરાત સરકારની યોજનાઓની યાદી:
શૈક્ષણિક અભ્યાસ યોજના Loan
રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસી, બીએ વિગેરે સિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની Loan ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
વિદેશ અભ્યાસ Loan
ધોરણ-૧૨ પછી ફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ Loan નિગમ તરફથી આપવામાં આવશે.
ભોજન બીલ સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલ અભ્યાસક્ર્મોમાં અભ્યાસ કરતાં અને સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય( DBT દ્વારા સીધી સહાય) મળવાપાત્ર થશે.
કોચીંગ સહાય / ટયુશન સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧, ૧૨માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય( DBT દ્વારા સીધી સહાય )આપવામાં આવશે
જી (JEE), ગુજકેટ (GUJCET), નીટ (NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય
બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET), ની તૈયારીના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બંન્ને પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય( DBT દ્વારા સીધી સહાય )આપવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.) વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને ( DBT દ્વારા સીધી સહાય ) તાલીમાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બંન્ને માંથી જેઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.
સ્વ-રોજગારલક્ષી યોજનાઓ
રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતિ ઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ
વ્યવસાય જેવા કે કરીયાણા દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઇપણ સ્વ-રોજગારલક્ષી વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બંન્ને પૈકી જે ઓછુ હોય તે Loan પેટે આપવામાં આવશે
સ્નાતક તબીબી, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય
તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક, લેબોરેટરી, રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની Loan પર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેની Loan યોજના
કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે તાલીમાર્થીઓને કુલ રૂ.૨૫.૦૦ લાખની Loan અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બંન્ને માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર.
પાટીદાર અનામત મુદ્દે Nitin Patel નું સૌથી મોટું નિવેદન, Ramdas Athawale ને જબરી સંભળાવી
બિનઅનામત વર્ગની યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજો: