૨૧ માર્ચ, ૨૦૨૧ પછીના લાયક ઉમેદવારોને ભરતીમાં ભાગ લેવા તક અપાઈ
PSI ની ભરતીમાં રહી ગયેલા ઉમેદવારો ૨૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકશે
લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે
31 માર્ચ, 2021 પછીના લાયક ઉમેદવારો કોરોનાના કારણે ફોર્મ ભરી શક્યા નહોતા. જેથી આ ઉમેદવારો ૨૦ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકે તેના માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં PSI ની 1,382 જગ્યાઓ સામે 4 લાખ યુવાનોએ ઉમેદવારી કરી છે. આ અંગે આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે એ પણ જાહેર કર્યું છે કે લોક રક્ષકની ટુંક સમયમાં જાહેરાત આપવામાં આવશે.
ગત 15મી માર્ચ 2021ની PSI ભરતીની જાહેરાત અપાઈ હતી. પરંતુ, કોવિડ-૧૯ના કારણે તે મોકૂફ રખાઈ. જે હવે ટૂંક સમયમાં ચાલુ થશે. માર્ચ મહિનાની આ ભરતીમાં કોરોનાને કારણે જે યુવાનો અરજી કરવાની તક ચૂકી ગયા છે તેમને ઉમેદવારી કરવાની વધુ એક તક આપવા પોલીસ ભરતી બોર્ડે નિર્ણય કર્યો છે.
PM નો કિસાનને 10 મો હપ્તો મેળવવાની છેલ્લી તક, હવે 13 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો આ કામ
આ સાથે જ 15 માર્ચ 2021ની ઉક્ત ભરતી માટે નવેમ્બર મહિનામાં ફિજિકલ ટેસ્ટના આયોજનની જાહેરાત થઈ છે.
અત્યાર સુધીમાં PSI ની 1,382 જગ્યાઓ સામે 4 લાખ યુવાનોએ ઉમેદવારી કરી છે. આ અંગે આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે એ પણ જાહેર કર્યું છે કે લોક રક્ષકની ટુંક સમયમાં જાહેરાત આપવામાં આવશે.