દુનિયા હાલમાં અવનવા સંકટોનો સામનો કરી રહી છે. ત્યારે આવનારા મહિનાઓમાં વધુ એક સંકટ પૃથ્વી સામે ઝઝુમી રહયું છે. પૃથ્વી સાથે વધુ 8 જેટલા Asteroid(મંગળ અને ગુરૂની કક્ષા વચ્ચેના નાના ગ્રહો) ટકરાઇ શકે છે.
આશરે ૧૪૦ મીટરથી પણ વધુ મોટા કદના અસ્ટેરોઈડને પોટેન્સીયલી હેઝાર્ડસ ઓબ્જેકટ (પીએચઓ) ગણાવાયા છે. આ 8 Asteroidમાં સૌથી મોટા પીએચઓનું કદ ૩૮૦ મીટર મોટુ છે જે ગાઝામાં આવેલા પીરામીડ ઓફ ગીઝાના કદ ૧૩૦ મીટર કરતા અનેકગણું વધારે છે. જો કે હવે તેના કરતા પણ મોટા કદના 3 Asteroid ઓકટોબર-ર૦ર૧માં પૃથ્વી સાથે અથડાઇ શકે છે. અન્ય પાંચ નવેમ્બર આસપાસ પૃથ્વીની નજીક પહોંચી શકે છે. નાસાના Asteroid ટ્રેકરે આ માહીતી આપી છે.
માર્કેટમાં આવ્યું મોતની ભવિષ્યવાણી કરતું Device, મૃત્યુ પહેલા જ મોતની તારીખ જાણી શકાશે
મોટા ભાગના અસ્ટેરોઈડમાંથી ઓકટોબર ૧પના આવનાર અસ્ટેરોઈડનું કદ ૭ર મીટરથી ૧૬૦ મીટર વચ્ચે છે. આ પૃથ્વી સાથે અથડાઇ શકે છે. બની શકે કે ૪.૮ મીલીયન કિલોમીટર દુરથી પણ પસાર થઇ જાય. અગાઉ ૨૦ ઓકટોબર ૧૯૯૬ માં આવી ઘટના બની હતી. ત્યારે અસ્ટેરોઈડનું કદ આશરે ૧૦૦ થી ર૩૦ મીટર વચ્ચે હતું. તે વખતે ૩.ર મીલીયન કિલોમીટર દુરથી પસાર થઇ ગયું હતું.