IPL 2021 ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો વચ્ચે રમાઇ હતી. ટોસ જીતીને Virat Kohli એ બેટીંગ પસંદ કરી હતી. આરસીબીએ 20 ઓવરના અંતે 7 વિકેટે 139 રનનો આસાન પડકાર કોલકાતા સામે રાખ્યો હતો. જેની સામે કોલકાતાએ રોમાંચક રીતે અંતિમ ઓવરમાં 4 વિકેટે જીત મેળવી હતી.
સુનિલ નરેને 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ ઝડપી.
યુઝવેન્દ્ર ચહલે આરસીબીની આશાઓને જીવતી રાખવા રુપ બોલીંગ કરી હતી. તેણે ચહલે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મહંમદ સિરાજે 4 ઓવરમાં 19 રન ગુમાવી 2 વિકેટ મેળવી હતી. ગાર્ટને 3 ઓવરમાં 29 રન આપ્યા હતા. જ્યારે મેક્સવેલે 3 ઓવર કરીને 25 રન કર્યા હતા. ડેનિયલ કિશ્વને 2 ઓવરમાં 29 રન આપ્યા હતા.
કેપ્ટન Virat Kohli અને દેવદત્ત પડિક્કલે ઝડપ થી રન બનાવવાની શરુઆત કરી હતી. પરંતુ પડિક્કલ ના રુપ મા આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 18 બોલમા 21 રન કર્યા હતા. ફોર્મમા રહેલ શ્રીકર ભરત ની વિકેટ ઝડપથી ગુમાવતા બેંગલોર ને મોટો ઝટકો બીજી વિકેટ પર લાગ્યો હતો. ભરતે 16 બોલ રમીને 9 રન કર્યા હતા. બંનેની વિકેટ ગુમાવતા બેંગ્લોર ની ટીમ દબાણમાં જોવા મળી હતી.
Kohli એ 39 રન 33 બોલમા કર્યા હતા. તેણે આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેની જોડી તૂટતા જ ધીમો પડ્યો હતો. Kohli ની વિકેટ ગુમાવતા બેંગ્લોર ની રમત પર દબાણનો વધ્યું હતુ. તેને નરેને ક્લિન બોલ્ડ કર્યો હતો. 14મી ઓવર સમાપ્ત થવા સુધી એક પણ છગ્ગો લગાવી શક્યો હતો. ડિવિલીયર્સ 9 બોલમાં 11 રન કરીને બોલ્ડ થયો હતો. શાહબાઝ અહેમદે 14 બોલમાં 13 રન કર્યા હતા.
ડેનિયલ કિશ્વન 9 બોલમાં 8 રન કરીને રન આઉટ થયો હતો. હર્ષલ પટેલે અણનમ 6 બોલમાં 8 રન કર્યા હતા. જ્યારે જ્યોર્જ ગાર્ટન શૂન્ય રને અણનમ રહ્યો હતો.
રોમાંચક મેચમાં અશ્વિને છગ્ગો લગાવી દિલ્હીને જીત અપાવી, Mumbai નુ પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ
સુનિલ નરેને કેપ્ટન Kohli ની જ નહી પરંતુ તેની ટીમના સપનાંઓની ગીલ્લીઓ ઉડાવી દીધી હોય એવો માહોલ સર્જાયો હતો. સુનિલ નરેને 4 ઓવરમાં 21 રન આપીને Kohli સહિતના ટોપ ઓર્ડરને વિખેરી નાંખતી 4 મહત્વની વિકેટ ઝડપી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 20 રન આપ્યા હતા. જ્યારે શાકિબ અલ હસને 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. શિવમ માવી એ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. કેપ્ટન મોર્ગને 5 બોલરોની ઉપયોગ કરીને તેમના સ્પેલની તમામ ઓવરો પૂરી નંખાવી હતી.