પહેલી ઓક્ટોબરથી Auto Debit સિસ્ટમમાં મોટાપાયા પર ફેરફાર થવા જઈ રહ્યો છે. આ જ દિવસથી નવી Auto Debit સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નિયમ હેઠળ બેન્ક, ડેબિડ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ, પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે ગ્રાહકના ખાતામાંથી હપ્તો કે બિલ કાપતા પહેલા દર વખતે મંજૂરી લેવી પડશે.
Auto Debit એટલે કે તમે પોતાના મોબાઇલ એપ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વીજળી, ગેસ, એલઆઇસી કે અન્ય કોઈ ખર્ચાને Auto Debit મોડમાં નાખ્યો હોય તો એક નિશ્ચિત તારીખે આ રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાઈ જશે.
બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે
હવે Auto Debit નો નવો નિયમ લાગુ પડયો તો તમારી બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેન્કમાં અપડેટ થવો જરુરી છે. આમ કરવું જરુરી એટલા માટે છે કેમકે મોબાઇલ નંબર પર જ Auto Debit સાથે જોડાયેલ નોટિફિકેશન એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
નવો નિયમ લાગુ થયા પછી બેન્કોએ ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટના ૨૪ કલાક પહેલા રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે. તેમા ઓપ્ટ આઉટ કે પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. આ ઉપરાંત પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી પર ઓટીપી અનિવાર્ય કરી દેવાયો છે.
મોબાઇલ નંબર Port ન કરે તમારી કંપની તો કરો ફરિયાદ, તરત થશે કાર્યવાહી, જાણી લો તમારા અધિકાર
RBI એ માર્ગદર્શિકા જારી કરી
રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી આ રકમ કાપી લે છે. તેના લીધે છેતરપિંડીની સંભાવના ઘણી ઓછી રહે છે. આ તકલીફને ખતમ કરવા માટે જ આ ફેરફાર કરવામાં આવ્યો છે.