IPLમાં SRH ને હરાવી Chennai સૌથી ઉપર
ધોનીએ વિજયી છગ્ગો ફટકારી અપાવી જીત
SRH માત્ર 134 રનમાં ખખડી ગયું
શારજહામાં માં રમાઈ રહેલી IPLસીઝન 14માં ચેનની સુપર કિંગ્સે SRHને 6 વિકેટે રગદોળી પોતાનો વિજય રથ જારી રાખ્યો છે.આ જીત સાથે જ Chennaiએ પ્લેઓફમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે.11 મેચોમાં ચેન્નાઈ એ 18 અંક પ્રાપ્ત કર્યા છે. અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે છે. હૈદરાબાદની ટીમના 10 મેચમાંથી માત્ર 4 પોઇન્ટ છે.વાસ્તવિકતા પ્રમાણે ટીમ અંતિમ 4 સુધી પહોંચવાની સ્પર્ધામાંથી લગભગ બહાર છે.
SRHમાં કોઈ ખાસ ઝળક્યું નહિ
શારજહામાં14 સિઝનની 44 મી પ્રતિ સ્પર્ધામાં Chennai સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો. Chennaiએ ટોસ જીતીને પહેલા હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર્સમાં 7 વિકેટ ગુમાવી 134 રન કર્યા હતા. જો કે, ટોસ હારીને બેટિંગમાં આવતા હૈદરાબાદની સ્થિતિ સારી નહોતી રહી.ઓપનર જેસન રોયને હેઝલવૂડે માત્ર બે રનનાં અંગત સ્કોરે આઉટ કર્યો હતો. બાદમાં વિલિયમ્સન માત્ર 11 રન બનાવી બ્રાવોની ઓવરમાં LBW થયો હતો.આમ, હૈદરાબાદ માત્ર 134 રન બનાવી શક્યું હતું.
Chennai તરફથી હેઝલવૂડે 3,જ્યારે બ્રાવોએ 2 વિકેટ ચટકાવી હતી.
કોરોનાનું નવું રૌદ્ર સ્વરૂપ, COVID-22 ને લઈને વૈજ્ઞાનિકોમાં ફેલાયો ભય….
ઋતુરાજ ફરી અર્ધ સદી ચુક્યો
Chennai સુપર કિંગ્સની શરૂઆત ધમાકે દાર રહી. ઓપનર ઋતુરાજ અને ડુપ્લેસીએ ઇનીગનો શાનદાર પ્રારંભ કર્યો હતો.બંને છેડે સ્કોર બોર્ડ ફરતું રહ્યું,ઋતુરાજ ગઈ મેચની જેમ આ વખતે પણ અર્ધ સદી ચુક્યો હતો.તેમણે 38 બોલમાં 45 રન ઝૂડી કાઢ્યા તો ડુપ્લેસીએ પણ 36 બોલમાં 41 રન ફટકારી ટીમને જીતની નજીક લાવી દીધી હતી. પચ્ચી માત્ર ઓપચારિકતા હોય તેમ મોઈન અલી, રૈના,રાયડુ અને ધોની એ ટીમને જીત અપાવી.રૈના માત્ર બે રને,મોઈન અલી 17,રને આઉટ થયા હતા. અંબાતી રાયડુ 17 રને જ્યારે ધોની 14 રને અણનમ રહ્યા હતા. Chennai નાં સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ વિજયી છગ્ગો ફટકારી મેચનું સમાપન કર્યું હતું.
POINT-TABLE
ટિમ મેચ જીત હાર પોઈન્ટ્સ
CSK 11 9 2 18
DC 11 8 3 16
RCB 11 7 4 14
KKR 11 5 6 10
MI 11 5 6 10