અમદાવાદમાં નવા Voter Id માટે છેલ્લાં નવ માસથી અરજદારો ધક્કા ખાઇ રહ્યાં છે. નવા ચુંટણી કાર્ડ માટે અરજી કરી હોય, સુધારા-વધારા કરાવ્યા હોય , ચુંટણી કાર્ડ ખોવાઇ જવા સહિતના કિસ્સામાં અરજદારોએ અરજીઓ કરી છે પરંતુ નવી મતદારયાદી ઓનલાઇન ચઢાવાઇ ન હોવાથી ચુંટણી કાર્ડ નીકળી રહ્યાં ન હોવાનું જાણવા મળે છે.
અરજદારો કલેક્ટર કચેરી, મહેસુલ ભવન, મામલતદાર કચેરીઓમાં કેટલાંય દિવસથી ધક્કા ખાઇ રહ્યાં છે
કલેક્ટર કચેરી, મહેસુલ ભવન, મામલતદાર કચેરીઓમાં અરજદારો ધક્કા ખાઇ રહ્યાં છે પરંતુ તેઓને સ્માર્ટકાર્ડ પ્રકારનું ચુંટણી કાર્ડ મળી રહ્યું નથી. આ અંગે અરજદારોના જણાવ્યા મુજબ તેઓએ જાન્યુઆરી માસમાં નવા ચુંટણી કાર્ડ માટે અરજી કરી હતી, ફોર્મ સ્વીકારાઇ ગયા, Voter Id ના નંબરની ફાળવણી પણ થઇ ગઇ પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી યાદી ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવી ન હોવાથી Voter Id નીકળી રહ્યાં નથી. લોકોના ઘરે પણ Voter Id આવી રહ્યાં નથી.
Truecaller ને હરાવવા સ્વદેશી એપ લોન્ચ, જાણો શું શું છે આ એપ ની ખાસિયત ?
દસક્રોઇ તાલુકાના વસ્ત્રાલ ખાતેના મહેસુલ ભવન, કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં અરજદારો Voter Id માટે ધક્કા ખાઇ રહ્યાં છે. Voter Id ન હોવાથી અરજદારો હાલાંકી ભોગવી રહ્યાં છે. ગત વર્ષે મતદારોની યાદી ઓનલાઇન પ્રસિદ્ધ થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે આ યાદી આજે નવ માસ બાદ પણ પ્રસિદ્ધ ન થતા લોકો ચુંટણી કાર્ડ માટે પરેશાન થઇ રહ્યાં છે.
આયુષ્યમાન કાર્ડ કઢાવવા હોય, એફિડેવિટ કરવી હોય, આવકનો દાખલો કાઢવો હોય , પુરાવા રૂપે ચુંટણી કાર્ડ ક્યાંક રજૂ કરવાનું હોય આ સ્થિતિમાં હાથ પર Voter Id જ ન હોવાથી અરજદારોના કામો અટવાઇ રહ્યાં છે. અરજદારોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે મતદારોની સુધારેલી યાદી તાત્કાલિક ધોરણે ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવે કે જેથી કરીને તેઓ ચુંટણી કાર્ડ કઢાવી શકે.