આજે રાજ્યના CM વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીને લઈ એક મોટી જાહેરાત કરાઈ છે. જેમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર મલી રહ્યા છે. રાજ્યમાં ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદીમાં રાજ્ય સરકારે સબસીડી આપવાનું નક્કી કરાયું છે. સરકારે જાહેર કરેલી ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીમાં ટુ-વ્હીલર માટે રૂપિયા 20 હજારની સબસીડી આપવાનું નક્કી કર્યું છે, તેવી રીતે થ્રી – વ્હીલરમાં રૂ.50 હજારની સબસીડી, ફોર વ્હીલરમાં રૂ.1.50 લાખની સબસીડી નક્કી કરાઈ છે.
CM રૂપાણીએ આ વિશે જણાવ્યું છે કે, ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીમાં સબસિડી પ્રતિ કીલો વોટના આધારે આપશે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે અને હજુ 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીના આધારે ગુજરાત રૂ.5 કરોડનું ઈંધણ બચાવી શકાશે તેમ CM એ જણાવ્યું હતું.
- ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર મોટાભાગે સ્કૂટર, બાઈક, રીક્ષા અને ગાડી પર ભાર મુકવામાં આવશે.
- રીક્ષા માટે 50 હજાર સુધીની સબસિડી આપવામાં આવશે.
- ફોર વ્હીલર માટે દોઢ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.
- ટુ વ્હીલર માટે 20 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે અને હજુ 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પણ સબસિડી આપવામાં આવશે. કેપિટલ સબસિડી આપવામાં આવશે. ચાર્જિંગ ફેસિલિટી મળે એ માટે સરકાર કામગીરી કરશે. સવા લાખ સ્કૂટર દોડશે, 75 હજાર રીક્ષા અને 25 હજાર કાર પ્રથમ તબક્કે દોડતી થશે. પ્રતિ કિલો વજનના આધારે સબસિડી આપવામાં આવશે.
મહત્વનું છે કે, આવનારા સમયમાં ઈંધણ બચાવવા અને સાથે જ પ્રદૂષણ અટકાવવા માટે ઈલેકટ્રિક વ્હિકલ ખૂબ કારગર સાબિત થશે. જો કે, હજી ભારતમાં ઈલેકટ્રિક વ્હિકલને લોકો વધારે પસંદ કરતા નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે, ભારતમાં અત્યારે પૂરતા પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશનો ઉપ્લબ્ધ નથી અને બીજો યક્ષ પ્રશ્ન એ છે કે, અત્યારે ગાડીઓ આવી રહી છે તેને ચાર્જ કરતા પણ 5 થી કલાક જેટલો સમય લાગે છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યના CM દ્વારા જાહેર કરવામાં આવેલી ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી આગામી 4 વર્ષ માટે અમલી રહેશે. ચાર્જિંગ સ્ટેશન માટે રૂ.10 લાખની મર્યાદામાં સબસીડી આપવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવા એક પ્રયાસ હાથ ધરાયો છે.