IPLના કારણે England ના ક્રિકેટરોમાં બદલાવ આવ્યો છે અને તેઓ ભારતીયો વિશે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચાર કરે છે.
ફારુખ એન્જિનયરે England નાં ક્રિકેટરોને લઈ ઘણું મોટું નિવેદન આપ્યું
નસ્લવાદનો સામનો કરવો પડ્યો ફારુખ એન્જિનયરને
IPL શરૂ થવા જઈ રહી છે અને England ના ક્રિકેટરો અમારા તળિયા ચાટે છે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર ફારુખ એન્જિનયરે ઈંગ્લેન્ડ નાં ક્રિકેટરોને લઈ ઘણું મોટું નિવેદન આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર ફારુખ એન્જિનયરે ઈંગ્લેન્ડ અને ત્યાંનાં ક્રિકેટરોને લઈ ઘણું મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે IPLના કારણે ઇંગ્લેન્ડના ક્રિકેટરોમાં બદલાવ આવ્યો છે અને તેઓ ભારતીયો વિશે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચાર કરે છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ જ્યારે England માં શ્રેણી રમવા ગયા હતા ત્યારે નસ્લવાદનો સામનો કરવો પડ્યો હતો.
નસ્લવાદનો સામનો કરવો પડ્યો ફારુખ એન્જિનયરને
હાલ તેઓ England માં જ રહે છે અને ત્યાંની એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં તેમણે નસ્લવાદને લઈને ઘણા બધા ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે જ્યારે હું પહેલી વાર ઈંગ્લેન્ડમાં પહેલી વાર કાઉન્ટી ક્રિકેટ રમવા આવ્યો ત્યારે મારે નસ્લવાદનો સામનો કરવો પડ્યો. લોકો મને અલગ નજરથી જોતાં હતા. કારણકે હું ભારતીય હતો.
મે બે ત્રણ વાર આવી ટીપ્પણીઓનો સામનો કર્યો હતો. પણ હું માનું છું કે આ ટીપ્પણીઓ વ્યક્તિગત નહોતી. માત્ર હું ભારતીય હતો અને મારી ભાષાના કારણે હું આ વાતનો શિકાર બન્યો.
તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ પૂર્વ કેપ્ટન જેફ્રી બાયકોટ પોતાની કોમેન્ટરીમાં “બ્લડી ઈંડિયંસ” એવા શબ્દો પણ વાપરતા હતા. પણ IPLના કારણે ઇંગ્લેન્ડના ક્રિકેટરોમાં બદલાવ આવ્યો છે અને તેઓ ભારતીયો વિશે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચાર કરે છે. તેમણે કહ્યું જે IPL શરૂ થવા જઈ રહી છે અને England ના ક્રિકેટરો અમારા તળિયા ચાટે છે.