ગજબ! હવે હરતા ફરતા લઈ શકાશે ઓક્સિજન, ભારતના વૈજ્ઞાનિકે બનાવ્યું ખિસ્સામાં લઈ ફરી શકાય તેવું પોર્ટેબલ Ventilator
કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને Ventilator ખુટી પડ્યા હતા અને તેના કારણે પણ સેંકડો લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. હવે કોલકાતાના એક વૈજ્ઞાનિકરામેન્દ્ર લાલ મુખરજી એ એક વિશેષ પ્રકારની શોધ કરી છે. તેમણે ઓક્સિજનની જરુરિયાતવાળા દર્દીઓ માટે એક પોર્ટેબલ વેન્ટીલેટર તૈયાર કર્યું છે. જેનું વજન માત્ર 250 ગ્રામ છે. બેટરીથી ચાલતા આ Ventilator નો ઉપયોગ દરેક વયના લોકો કરી શકે છે. ખાસ વાત એ છે કે, તેની બેટરની મોબાઈલ ચાર્જરથી પણ ચાર્જ કરી શકાય છે અને ચાર્જ કર્યા બાદ આઠ કલાક સુધી વેન્ટીલેટર ચાલે છે.
ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યાં હતાં તે જોઈને આઈડિયા આવ્યો
મુખરજી કહે છે કે, કોવિડની બીજી લહેરમાં મને કોરોના થઈ ગયો હતો અને ઓક્સિજનની સખત જરુર પડી હતી.
મારી જેમ બીજા લોકો ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યા હતા તે જોઈને વેન્ટીલેટર તૈયાર કરવાનો આઈડિયા આવ્યો હતો. કોરોનાથી સાજા થયા બાદ મેં તેના પર કામ શરુ કર્યું હતું અને 20 દિવસની મહેનત બાદ પોકેટ વેન્ટીલેટર બનાવવામાં સફળતા મળી છે.
ન્યૂઝ એજન્સીને તેમણે કહ્યું હતું કે, આ ડિવાઈસમાં બે પાર્ટસ છે. એક પાવર યુનિટ અને બીજુ યુનિટ માઉથપીસ સાથે જોડાયેલું છે. એક વખત બટન દબાવીને પાવર ઓન કરવામાં આવે એટલે વેન્ટીલેટર બહારની હવા ખેંચીને હવા શુધ્ધ કરવાના ચેમ્બરમાંથી પસાર કરે છે અને આ શુધ્ધ હવા માઉથપીસ સુધી પહોંચે છે. હવા શુધ્ધ કરવા માટે ડિવાઈસમાં યુવી ચેમ્બર મુકી છે. તેમાં એક કંટ્રોલર પણ છે. જે ઓક્સિજનની જરુરિયાત પ્રમાણે વેન્ટીલેટર ને ચલાવે છે.
તેમનુ માનવુ છે કે, વેન્ટીલેટર કોરોનાના દર્દીઓ ઉપરાંત અસ્થમા અને શ્વાસને લગતી બીજી બીમારીઓથી પિડાતા લોકો માટે પણ ઉપયોગી સાબિત થશે.તેનાથી ઘણાના જીવ બચી શકશે. મુખરજીનો દાવો છે કે, પોકેટ વેન્ટીલેટર માટે સંખ્યાબંધ અમેરિકન કંપનીઓએ પણ તેનો સંપર્ક કર્યો છે.