દેશમાં અત્યાર સુધીમાં 99,12,82,283 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 41,36,142 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જ્યાં વેક્સિનેશનની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે તે Mask ફ્રી થઈ ગયા છે.
ભારત ખૂબ ઝડપથી 100 કરોડ ડોઝ આપવાની તૈયારીમાં છે.
ત્યારે સવાલ એ છે કે શું હવે દેશ Mask ફ્રી થઈ જશે. આ સવાલ એટલા માટે ઉભો થાય છે કારણ કે ઘણાં દેશો જ્યાં વેક્સિનેશનની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે તે Mask ફ્રી થઈ ગયા છે.
ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું હતું. શરૂઆતના 131 દિવસમાં 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે બીજા 20 કરોડ ડોઝ 52 દિવસ તો ત્રીજા વીસ કરોડ એટલે કે 40થી 60 કરોડ ડોઝ 39 દિવસમાં લાગ્યા હતા. 60થી 80 કરોડ ડોઝ 24 દિવસમાં લાગ્યા હતા જ્યારે હવે 80થી 100 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 31 દિવસનો સમય લાગી રહ્યો છે. જો મ જ રસીકરણ ચાલ્યું તો દેશમાં 216 કરોઢ ડોઝ લગાવવામાં અંદાજે 175 દિવસ જેટોલ સમય લાગશે. એટલે કે આગામી એપ્રિલ, 2022 સુધીમાં આ આંકડા સુધી પહોંચી શકાશે.
જાણો ક્યા દેશોના લોકોને Maskથી આઝાદી મળી
વિશ્નવા અનેક દેશ છે જ્યાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી થયું છે અને હવે એ દેશોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા હોય તેવા પોતાના નાગરિકોને Mask પહેરવામાંથી મુક્તી આપી છે. આ દેશોમાં બ્રિટન, અમેરિકા, સ્વીડન, ચીન, ન્યૂઝીલેન્ડ, હંગેરી, ઈટાલી જેવા દેશોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ઈઝરાયેલ દુનિયાનો પ્રથમ દેશ હતો જ્યાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોને Mask ન પહેરવાની છૂટ આપવામાં આવી હતી. જોકે બાદમાં ડેલ્ટા વેરિઅન્ટનો પ્રકોપ વધતા ફરીથી Mask ફરજિયાત કરવામાં આવ્યું છે.
જે દેશઓમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોને Maskથી છૂટ મળી છે ત્યાં 50%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. અમેરિકાએ માત્ર 37% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થયા પછી વેક્સિનેટેડ લોકોને Mask ન પહેરવા છૂટ આપી દીધી હતી.
શું દિવાળી બાદ ભારતમાં Mask ફ્રી થઈ જશે ?
જો ભારતની વાત કરીએ તો દેશમાં હાલમાં 20 ટકા લોકો સંપૂર્ણ વેક્સિનેટ થઈ ગયા છે. જ્યારે 29 ટકાએ પ્રથમ ડોઝ લીધો છે. જેના કારણે Mask ફ્રી થવામાં ભારતે હજુ ઘણી રાહ જોવી પડશે.
ક્યા રાજ્યમાં ઓછું રસીકરકણ થયું ?
ભારતમાં વસતી પ્રમાણે સૌથી ઓછું રસીકરણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં થયું છે. અહીં માત્ર 12 ટકા લોકો જ સંપૂર્ણ વેક્સિનેટ થયા છે. ઝારખંડમાં 36 ટકાએ પ્રથમ ડોઝ તો બિહારમાં 37 ટકાએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે યૂપીમાં 40 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.
જો કે, દેશમાં સૌથી વધુ વેક્સિન ડોઝ પણ ઉત્તરપ્રદેશમાં લગાવાયા છે. આમ છતાં 23 કરોડ વસતીવાળા રાજ્યના હિસાબે એ ખૂબ ઓછા છે.
Windows-11 launch : સ્ટાર્ટ મેનુ સહિત ઘણા ફેરફાર, બીજી અનેક ખૂબીઓ
દેશના કયા રાજ્યોમાં સૌથી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ
અત્યાર સુધી માત્ર બે રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં 50%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. સૌથી વધુ નોર્થ ઈસ્ટના રાજ્ય સિક્કિમની 64% વસતીને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ગોવાની પણ લગભગ 55% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વિપ અને દાદરા નગર હવેલીમાં પણ મોટાભાગની વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. લક્ષદ્વિપમાં તો 65%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે.