ખેડૂતો (Farmers)ને અપાતી સહાય વધવાની વિચારણા
સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે
વીઘા દીઠ સહાય બાબતે CM લેશે નિર્ણય
ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદે સુરાષ્ટ્ર,ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે ત્યારે, સરકાર પણ ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.પણ,વિધાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે
નિર્ણય વિધાનસભા સત્ર બાદ
ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27-28 તારીખે મળશે.અને ત્યાર બાદ રાજ્ય સરકાર ખેડૂતો (Farmers)ના હિતનો નિર્ણય કરશે.
હાલમાં ખેડૂતોને SDRFના ધારાધોરણ મુજબ સહાય ચુકવાય છે.આ સહાયમાં ખેડૂતો (Farmers)ને વિધાદીઠ રૂપિયા 6 હજાર 800 ની સહાય મળી રહી છે. વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે અને તેમાં પાક નુકસાન સહાયની રકમમાં વિઘા દીઠ રૂ.10 થી 15 હજાર વધી શકવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.વિઘા દીઠ રૂ.20 હજારની સહાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લેશે.
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – ક્યાં અને કેવી રીતે અરજી કરવી ?
મલકી ઉઠશે ખેડૂતો (Farmers)ના ચહેરા
સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં તૌક્તે અને ત્યાર બાદ પાછોતરા વરસાદે ભારે તબાહી મચાવી છે.ખાસ કરીને, જામનગર, જૂનાગઢ,ગીર-સોમનાથ અને રાજકોટ જીલ્લાઓ,ઉપરાંત તૌક્તે એ ગીર-સોમનાથ,અમરેલી જીલ્લાની ખેતીને લગભગ બરબાદ કરી નાખી હતી. તત્કાલીન રૂપાણી સરકારે કેટલીક સહાય અને સર્વે કરાવ્યા હતા.બાદમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વેળા જ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું.અને રાજ્યના નવા સુકાની ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા જ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરવો પડ્યો હતો..હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતો (Farmers)ની માંગ ઉઠી છે ત્યારે, સરકાર, ખેડૂતો (Farmers) માટે હિતકારી નિર્ણય કરી શકે છે.