આજે વિશ્વના દરેક વ્યક્તિના રોજીંદા જીવનમાં ગૂગલ (google)એક જરૂરી ભાગ બની ગયું છે. ગૂગલ આપણને જે સુવિધાઓ આપે છે તેનો ઉપયોગ આપણા દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો છે. સ્કૂલના અસાઇનમેન્ટ તૈયાર કરવા હોય કે પછી કામ માટે ઇ-મેઇલ કે પછી વીડિયો જોવા અને કોલ કરવા માટે દરેક વસ્તુ માટે ગૂગલની પોતાની સેવા છે. સારી વાત એ છે કે ગૂગલે પોતાના પ્રાઇવસી સેટિંગ્સ (google privacy settings)એક સ્થાન પર લાવવાનો પ્રયાસ કર્યો છે, જેનો અર્થ છે કે તમે એક જ સમયમાં જીમેઇલ (Gmail)અને યૂટ્યૂબના (YouTube)ડેટાને સુરક્ષિત કરી શકો છો.
ગૂગલ પ્રાઇવસી ચેકઅપ ઓફર કરે છે, જેમાંથી અહીં અમે તમને અમુક વિકલ્પો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ પ્રાઇવસી સેટિંગ્સ વેબમાં ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સ આધારિત છે અને તમે કોઇ પણ ગૂગલ એપ પર પણ તેને વાપરી શકો છો અથવા તમારા એન્ડ્રોઇ ફોનમાં સેટિંગ્સ-ગૂગલ(Google Service) પર જઇને વાપરી શકો છો.
તમારી બ્રાઉઝિંગ એક્ટિવિટી
તમે રોજીંદા જે કંઇ પણ સર્ચ કરો છો તેને ગૂગલ ટ્રેક કરે છે. કારણ કે તેના દ્વારા તે તમને જાહેરાતો બતાવી શકે. તમે તમારા સર્ચ અને બ્રાઉઝિંગને ટ્રેક થતા અટકાવવા આ સેટિંગ્સ કરી શકો છો.
સૌ પ્રથમ વેબમાં myaccount.google.com -> Data & Privacy -> Web & App Activity જાઓ. અહીં તમને સીધું Activity Controls પેજ પણ મળી જશે. તેમાં આપેલ Web & App Activity ટોગલને ઓફ કરી દો. જે બાદ એક પોપ અપ મેનૂ ખુલશે. જેમાં તમને તમારું ડિસિઝન કન્ફર્મ કરવાનું પૂછવામાં આવશે.
આ સિવાય તમે યૂટ્યૂબ પર જે વીડિયો જુઓ છો, તમારું લોકેશન, તમે આપેલ પ્રોડક્ટટ રિવ્યૂ અને તમારી ગૂગલ પ્રોફાઇલ જેવી માહિતી પણ કંપની પાસે જતી રોકી શકો છો. ઉપર જણાવેલ સેટિંગ સ્ક્રિનમાં જ Activity Controls પેજમાં Location, History ટોગલ બટન ઓફ કરી દો. તે રીતે સ્ક્રોલ ડાઉન કરી યૂટ્યૂબ હિસ્ટ્રી ટોગલને પણ ઓફ કરી દો.
જૂની એક્ટિવિટીને આ રીતે કરો ડીલીટ
ભવિષ્યમાં તમે જે કંઇ પણ સર્ચ કરો તે કલેક્ટ ન થાય તેના માટે તમે અગાઉ સર્ચ કરેલી તમામ માહિતી ડીલીટ કરી શકો છો.
– પેજમાં આપેલ Manage Activity પર ક્લિક કરો અથવા 3 મહિના માટે ઓટો ડીલિશન સેટ કરો. (જો તમે લાગે કે આટલી કડક પ્રાઇવેસી છતા ગૂગલ પ્રોડક્ટ્સ સરખી રીતે કામ કરી રહ્યા નથી, તો થોડા સમય પછી ફરી ઓટો ડીલિશન દ્વારા ટર્ન ઓન કરો. તેને ફરી ડેટા કલેક્ટ કરવા માટે સમય આપો અને જુઓ કે પ્રોડક્ટ્સ સરખું કામ કરે છે કે નહીં.
પ્રોડક્ટ રીવ્યૂ હાઇડ અને પ્રોફાઇલ લોક
ગૂગલ એકાઉન્ટમાં સેટિંગ્સમાં જઇને People & Sharing > Manage Shared Endorsements. ધ્યાન રાખો કે આ પેજ પરનું બોક્સ એનચેક્ડ હોય.
ગૂગલ એકાઉન્ટમાં સેટિંગ્સમાં જઇને People & Sharing > What Others see > About me. અહીં તમારી બધી જ માહિતી Anyoneની જગ્યાએ Only you સિલેક્ટ હોવું જોઇએ.
જાહેરાતો હટાવવા માટે
Ad Settingsમાં જાઓ અથવા adssettings.google.com પર જઇને ટોગલને ટર્ન ઓફ કરી દો. તેથી ગૂગલ તમારા બ્રાઉઝિંગના આધારે તમને જાહેરાતો બતાવશે નહીં.
Amazon નો મોટો ગોટાળો, ફેક રીવ્યુની ખબર ના પડે તે માટે ભર્યું આ પગલું
શું અન્ય એપ્સ ગૂગલ સાથે કનેક્ટ છે?
ચેક કરો કે તમારા ગૂગલ એકાઉન્ટ સાથે અન્ય કઇ એપ્સ કનેક્ટ છે. તે માટે Google Settings > Security > Third Party Apps with Account Access > Manage Third Party Access.
વધારાની સાવધાનીઓ
જો તમે ઇચ્છો છો કે ગૂગલ તમારા ડેટા એકત્રિત ન કરે તો તમારે તેની અમુક પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેવાનું ટાળવું જોઇએ. જો શક્ય હોય તો Chrome બ્રાઉઝરનો ઉપયોગ ટાળો અને અન્ય સુરક્ષિત વિકલ્પો જેવા કે FireFox અથવા Brave વાપરી શકો છો. ટ્રેકર્સથી દૂર રહેવા માટે ધ્યાનમાં રહે કે તમે Chromeમાંથી સાઇન આઉટ રહો. DuckDuckGoનો ઉપયોગ કરવાથી તમને ગૂગલ સર્ચ એન્જીનનો સારો વિકલ્પ મળી રહેશે.