2 બિલિયનથી વધુ ડેઇલી એક્ટિવ યુઝર્સ સાથે Whatsapp દુનિયામાં સૌથી વધુ યુઝ કરવામાં આવતી મેસેજિંગ એપ છે. તેને ફેસબુક કરતા પણ વધુ યુઝ કરવામાં આવે છે. ઘણા દેશોમાં તેને અનેક પ્રકારના સ્માર્ટફોનમાં યુઝ કરવામાં આવે છે. તેમાં ઘણા જૂના એન્ડ્રોઇડ ફોન પણ સામેલ છે. પરંતુ જૂના એન્ડ્રોઇડ યુઝર્સને હવે Whatsapp એ જોરદાર ઝટકો આપ્યો છે.
નવેમ્બરમાં વોટ્સએપ જૂના ફોન અને જૂના એન્ડ્રોઇડ ફોન્સ પર ચાલવાનું બંધ થઇ જશે.
WABetaInfo અનુસાર, કંપનીએ હવે પોતાની વેબસાઇટ અપડેટ કરી છે. જેનો નવેમ્બર મહિનો આવશે તો વોટ્સએપ ફક્ત Android 4.1 વાળી ડિવાઇસને સપોર્ટ કરશે. તેનાથી નીચેના એન્ડ્રોઇડ વર્ઝન પર વોટ્સએપ અપડેટ્સ નહી મળે.
Whatsapp એ શું કહ્યું
ઓફિશિયલ વોટ્સએપ સપોર્ટ પેજ પર, કંપનીએ કહ્યું કે વર્તમાનમાં એન્ડ્રોઇડ 4.1 અને નવા માટે સપોર્ટ આપે છે, જેનો અર્થ એ છે કે 2013 બાદ લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન નજીકના ભવિષ્યમાં વોટ્સએપ યુઝ કરવા માટે સક્ષમ નથી. જો કે જેની પાસે જૂના સ્માર્ટફોન છે, તેમને તે તારીખ બાદ અપડેટ નહી મળી શકે. આવુ કરનાર વોટ્સએપ એકમાત્ર એપ નથી, એવી ઘણી એપ્સ છે જેમણે જૂના વર્ઝન્સ છોડી દીધા છે. આવુ એટલા માટે કારણ કે નવી અપડેટ્સ ઘણી હેવી હોય છે.
આવી રહ્યો છે Jio નો સૌથી સસ્તો એન્ડ્રોઇડ ફોન – Jio Next Phone
જો યુઝર્સ પાસે જૂનો Android ફોન છે તો તે શું કરી શકે છે?
જો તમે તાજેતરમાં જ નવો સ્માર્ટફોન લીધો છે અને Whatsapp અપડેટ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો કે તમારી પાસે LG Optimus L3, Samsung Galaxy SII, Galaxy Core, ZTE Grand S Flex અને Huawei Ascend G740 જેવા સ્માર્ટફોન્સ છે, તો તમે અપડેટ નહી મેળવી શકો. કંપનીનું કહેવુ છે કે, Whatsapp હવે 1 નવેમ્બર 2021ના રોજ ઓએસ 4.0.4 અને જૂના ઓએસ પર ચાલતા એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ નહી કરે. કૃપા કરીને કોઇ સપોર્ટિવ ડિવાઇસ પર સ્વિચ કરો અથવા તેની પહેલા તમારી ચેટ હિસ્ટ્રી સેવ કરી લો.