Google એ ગયા મહીને Google I/O સંમેલન દરમ્યાન Google Photos માટે અનેક નવી સુવિધાઓની જાહેરાત કરી હતી. તે અંતર્ગત કંપનીએ Google Photos માટે લોક ફોલ્ડર ફીચર (Locked Folder Feature) સુવિધા શરૂ કરી છે કે જેનાથી યુઝર્સ પાસકોડ અથવા તો ફિંગરપ્રિન્ટ દ્વારા સુરક્ષિત ફોલ્ડરમાં પોતાની સંવેદનશીલ તસવીરો અથવા વીડિયોને છુપાવી શકશે.
લોક કરવામાં આવેલા ફોલ્ડરમાં સાચવેલા રહેલા ફોટો, વીડિયો ફોટો ગ્રિડ, આલ્બમ દેખાશે નહીં. તે થર્ડ પાર્ટી એપ્સમાં પણ દેખાશે નહીં. જો કે, છુપાયેલી તસવીરોને ક્લાઉડ પર બેકઅપ નહીં લઇ શકાય. જો કોઇ ફોટો / વીડિયોનું બેકઅપ પહેલેથી જ લઇ લેવામાં આવ્યું છે તો ગૂગલ તેને ક્લાઉડ પરથી હટાવી દેશે અને તે માત્ર સ્થાનીય રૂપથી ફોલ્ડરમાં ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : Google IO 2021 : ANDROID 12 માં આવ્યા પ્રાઈવસી માટે અનેક ફીચર્સ !!
આ રીતે કરી શકશો ઉપયોગ
યુઝર્સને ફીચરનો ઉપયોગ કરવા માટે તેઓએ લાઇબ્રેરી > યુટિલિટીઝ > લોક ફોલ્ડરમાં જઇને આ નવા લોક ફોલ્ડરનો ઉપયોગ શરૂ કરી શકો છો. એક વાર જ્યારે ઉપયોગકર્તા આને સેટ કરી લે છે, તો તે પોતાની હાજરી ફોટો અથવા વીડિયોને પોતાની લાઇબ્રેરી દ્વારા જોડાવાનું શરૂ કરી શકે છે.
Google કેમેરા એપ પણ સેટ કરી શકો છો
યુઝર્સ નવા ફોટો અથવા વીડિયોને ડાયરેક્ટ લોક કરવામાં આવેલા ફોલ્ડરમાં સાચવી રાખવા માટે Google કેમેરા એપ પણ સેટ કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝર્સએ કેમેરા એપ ખોલવાની રહેશે. ઉપરના જમણા ખૂણામાં ગેલરી આઇકોન પર ક્લિક કરવાનું રહેશે અને યાદીમાંથી ‘લોક ફોલ્ડર’ ની પસંદગી કરવાની રહેશે.
હાલમાં માત્ર Google Pixel પર જ મળશે સુવિધા
આ સુવિધા માત્ર Google Pixel સ્માર્ટફોન માટે જ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં Google Pixel 3 સીરીઝ, Pixel 4 સીરીઝ અને Pixel 5 શામેલ છે. જો કે, આ ફીચર પણ Pixel સ્માર્ટફોન્સ માટે એક્સક્લુઝિવ બનેલું છે. કંપનીનું કહેવું છે કે, તે અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસો માટે Locked Floders ને રોલ આઉટ કરશે અને આ વર્ષે પણ તમામ લોકો તેનો ઉપયોગ કરી શકશે.