Paytm app પર યુઝર્સ હવે પોતાના નજીકના કેન્દ્રો પર કોવેક્સિન અને કોવિશીલ્ડ માટે વેક્સિનેશન સ્લોટને સર્ચ અને બુક કરી શકશે
Paytm એ સોમવારે કહ્યું કે તેના યુઝર્સ એપ ઉપર ઉપલબ્ધ સ્લોટ સર્ચ ઉપરાંત વેક્સિનેશન માટે એપાઈમેન્ટ પણ બુક કરાવી શકશે. Paytm એ એક નિવેદનમાં કહ્યું કે Paytm યુઝર્સ હવે પેટીએમ એપ મારફતે પોતાના નજીકના કેન્દ્રો પર કોવેક્સિન અને કોવિશીલ્ડ માટે વેક્સિનેશન સ્લોટને સર્ચ અને બુક કરી શકશે. કંપનીએ કહ્યું કે આ સર્વિસથી ભારતીયોને વગર કોઈ પણ અડચણ વગર vaccination સ્લોટ બૂક કરાવવામાં અને ઈમ્યુનિટી હાંસલ કરવામાં અને મહામારી સામે લડવામાં મદદ મળશે.
આ પણ વાંચો : વેક્સિન નહીં લીધી તો કન્યા નહીં, વાયરલ થયેલી આ જાહેરાત પાછળનું રહસ્ય
CoWIN ના હેડ R.S.શર્મા એ હાલમાં જ કહ્યું હતું કે પેટીએમ, મેક માય ટ્રીપ, ઈન્ફોસિસ જેવી મોટી ડિજિટલ કંપનીઓ વેક્સિન બૂકિંગ માટે મંજૂરીના પ્રયાસો કરી રહી છે. સરકારે ગત મહિને થર્ડ પાર્ટી એપ્લિકેશનની સાથે ઈન્ટિગ્રેશન માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. જેથી એપ્સ માટે આ રસ્તો સરળ થઈ ગયો. આ પહેલા ફેસબુક અને ગુગલ જેવી મોટી કંપનીઓથી લઈને હેલ્થીફાઈમી જેવા સ્ટાર્ટઅપ્સે અમુક ટુલ્સ લોન્ચ કર્યા હતા. જેની મદદથી વેક્સિનેશન એપોઈમેન્ટ માટે સ્લોટ સર્ચ કરી શકાતા હતા.
Paytm એ પણ મે માં એપ પર વેક્સિન ફાઉન્ડર ફિચર લોન્ચ કર્યું હતું, જે યુઝરને વેક્સિન બુકિંગ માટે લીડ સર્ચ કરવામાં મદદ કરે છે. જેમાં જાણકારી જેવી કે વેક્સિનની ટાઈપ અને તે માટે કેટલી ફીસ સામેલ છે. Paytm ના પ્રવક્તાએ કહ્યું કે તેના પ્રયાસ છે કે ભારત મહામારીથી બહાર વધારે મજબૂત બનીને નીકળે. તેમનું વેક્સિન ફાઉન્ડર નાગરિકોને નજીકના કેન્દ્રો પર સ્લોટ બૂક કરવા અને રસી લગાવવામાં મદદ કરશે.