ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી Love Jihad (લવજેહાદ – ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021)ની ઘટનાઓ બનતી આવી રહી છે, ત્યારે અન્ય રાજ્યમાં Love Jihad (લવજેહાદ) ના કાયદાને લઈને માંગ ઉઠી હતી. આ વર્ષે ગુજરાત બજેટ સત્રમાં લવ જેહાદના કાયદા માટે મૂકવામાં આવ્યું હતું, જે કાયદાને મંજૂરી મળી ગઈ છે.
આખરે આજ થી Love Jihad (લવજેહાદ) વિરોધી કાયદો અમલ માં આવી ગયો છે અગાઉ વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે.
લગભગ બે મહિના અગાઉ ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરાવ્યો છે.
જાણો ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 (લવજેહાદ), જોગવાઇઓ
- બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે 3 વર્ષ સુધીની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ
- માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.
- સગીર, સ્ત્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે 4 વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ.
- ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.
- ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી 10 દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા 1 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને.
- ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા 1 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને
- ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી 1 મહિનાની અંદર પરવાનગી આપવી/ઇન્કાર કરવો.
- ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ/સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નહી.
- આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ Police Inspector થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.
Love Jihad (લવજેહાદ) ના ગુના માં મદદ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Love Jihad (લવજેહાદ) ના કિસ્સા માં લોહીના સગપણવાળી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે
Love Jihad (લવજેહાદ) ના આવા કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવવાની છે, જેને લઇને વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેનાં માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકૂમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાંની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આમ હવે આજથી Love Jihad (લવજેહાદ) કાયદો ગુજરાત માં લાગુ પડતા હિન્દૂ નામ રાખી યુવતીઓ ને ફસાવી ધર્માતરણ કરવાના કિસ્સાઓ ઉપર બ્રેક લાગશે.