દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી School તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે.
દ્વારકાની School નો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
ઓનલાઈન શિક્ષણ ચાલે ત્યા સુધી ફી માફ
વાલીઓએ માન્યો આભાર
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેટલીક School દ્વારા ફી ને લઈને વાલીઓને દબાણ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આવા કિસ્સાઓની વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી School તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે.
અને જ્યાં સુધી આ વર્ષે ઓનલાઈન શિક્ષણ રહેશે ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ત્યારે ફી લેવામાં આવશે. School ના આ નિર્ણયને પગલે અસંખ્ય વાલીઓ તથા વિદ્યાર્થીઓને લાભ થશે તથા આ નિર્ણયથી કોરોનાકાળમાં બેકાર બનેલા વાલીઓના બાળકો શિક્ષણથી વંચિત નહીં થાય. School ના નિર્ણયને વાલીમંડળ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે તથા વાલીમંડળે નિર્ણયને પગલે School સંચાલકોનો આભાર માન્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાની લિટલ સ્ટાર શાળા દ્વારા ચાલુ વર્ષે ઓનલાઈન શિક્ષણ શરૂ રહે તો, વાલીઓ પાસેથી ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ મોટી રાહત આપતા સમાચાર છે. જેના કારણે વાલીઓમાં ખુશી પણ છવાઈ છે. School દ્વારા લેવાયેલા નિર્ણયથી અન્ય શાળા ઓ પણ શીખ મેળવવી જોઈએ. લીટલ સ્ટાર School ને ચાલુ વર્ષ દરમિયાન ઓફલાઇન શિક્ષણ શરૂ ન થાય તો, 1.5 કરોડની ખોટ પડશે. છતાં ફી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેટલીક શાળા દ્વારા ફીને લઈને વાલીઓ સાથે અનેક શાળા વિવાદમાં આવી છે. અને School દ્વારા વાલીઓને દબાણ કરાયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી શાળા તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે અને જ્યાં સુધી આ વર્ષે ઓનલાઈન શિક્ષણ રહેશે. ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ત્યારે ફી લેવામાં આવશે. સાથે જ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. અનેક લોકોએ તેના સ્વજનો ગુમાવ્યા હોય, લોકો આર્થિક સંકળામણને લઈ ચિંતિત છે. અને લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે.
નવા શિક્ષણ સત્રની શરૂઆત થતા જ ખંભાળીયા શહેરના લિટલ સ્ટાર નામની ખાનગી શાળા ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. કેમ કે શાળા ના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની ફી નહિ લેવામાં આવતા ધોરણ 1થી 11ના કુલ 1 હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ખૂબ મોટી રાહત મળી છે. સાથે જ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ રહે તે, માટેની વ્યવસ્થા પણ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે.
હાલ શાળા માં કુલ 50 જેટલો સ્ટાફ છે અને એક વિદ્યાર્થીની 16 હજાર જેટલી ફી છે. જ્યારે જો આગામી એક વર્ષ સુધી જો શાળા ઓફલાઇન ન શરૂ થાય તો, શાળા ને 1.5 કરોડની ખોટ પડી શકે તેમ છે. છતાં પણ શાળા દ્વારા ખૂબ આવકારદાયક નિર્ણય શાળા સંચાલક દ્વારા લેવામાં આવ્યો છે. અને વાલીઓને આર્થિક રીતે આંશિક રાહત મળશે. સાથે જ આ પ્રકર ના નિર્ણયથી અન્ય ખાનગી ક્ષેત્રની શાળા પણ શીખ મેળવે અને હાલ કોરોનાની ચાલી રહેલ મહામારી વચ્ચે ઓફલાઇન શિક્ષણ ન શરૂ થાય ત્યાં સુધી ફી ન લેવાય તેવો નિર્ણય લે તો અન્ય ખાનગી શાળા ના વિદ્યાર્થીઓના વાલીઓને પણ રાહત મળી શકે.