Gujarat ના રાજકારણમાં શનિવારે ભારે ગરમાટો આવી ગયો હતો. એક તરફ પાટીદાર નેતા નરેશ પટેલે અગ્રણીઓ સાથે બેઠક કરીને આમ આદમી પાર્ટીના વખાણ કર્યા અને મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવાની વાત કરી. તો બીજી તરફ રાજસ્થાનના રાજયસભા સાંસદ અને Gujarat ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવે નેતાઓ સાથે મુલાકાત કરીને Gujarat ના રાજકારણનો વ્યૂહ જાણવાની કોશિશ કરી હતી. આ બધું એટલા માટે બની રહ્યું છે કારણ કે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
જયારે પણ ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓની સમાજના વર્ચસ્વની વાત બહાર આવતી હોય છે. તેનું કારણ સમજવા જેવું છે. Gujarat ની અંદાજે વસ્તી 6 કરોડની છે અને તેમાંથી પાટીદાર સમાજની વસ્તી 1.50 કરોડ જેટલી છે. Gujarat ની 182 વિધાનસભા બેઠકમાંથી 70થી 80 બેઠકો એવી છે જેની પર પાટીદાર મતદારો પ્રભાવ પાડી શકે છે.
71 બેઠકોમાં પાટીદારની વસ્તી 15 ટકા જેટલી છે. Gujarat માં ભારતીય જનતા પાર્ટી 6 વખત વિધાનસભા જીતી છે અને હવે સાતમી વખત પણ વિધાનસભા જીતવાની તૈયારી કરી રહી છે.
જયારે પણ ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓ પોતાનું વર્ચસ્વ ઉભું કરવા કોઇકને કોઇક એવા નિવેદન કરે છે જેને કારણે તેમની તરફ બધા પક્ષોનું ધ્યાન ખેંચાય. આ વખતે પણ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આમ આદમી પાર્ટી Gujarat માં સારુ કામ કરી રહી છે. જાણકારો એવું કહે છે કે નરેશ પટેલ ભાજપને મદદ કરવાનું છોડવાના નથી કે છોડી શકે પણ નહી, પરતું એ બહાને ચૂંટણી સમયે સમાજનું એક વજન ઉભું થાય.
Gujarat માં અત્યાર સુધી બે મુખ્ય પક્ષ હતા ભાજપ અને કોંગ્રેસ. પણ જયારે પણ ત્રીજો મોરચો આવે છે ત્યારે તેનો લાભ સત્તાધારી પક્ષ ભાજપને જ મળે છે. કારણ કે ત્રીજા મોરચામાં વોટ શેર તો કોંગ્રેસનો જ કપાય છે. અત્યાર સુધીમાં તમે જુઓ તો શંકરસિંહ વાઘેલાએ રાજપા પછી જન વિકલ્પ પાર્ટી ઉભી કરી હતી. કેશુભાઇ પટેલે Gujarat પરિવર્તન પાર્ટી ઉભી કરી હતી. પછી મજપા આવી. આ ઉપરાંત એનસીપી, બીએસપી અને આમ આદમી પાર્ટીએ પણ કોશિશ કરી જોઇ હતી, પણ Gujarat માં ત્રીજો મોરચો ફાવ્યો નથી.
હા, એ વાત સાચી કે તાજેતરની સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો એવો દેખાવ કર્યો હતો. ખાસ કરીને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમા પાટીદાર વસ્તીનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં 27 બેઠકો મેળવી હતી. જો કે 2016ની પાલિકાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસ જીતી હતી. જે 26 બેઠક આપના ફાળે ગઇ.
Gujarat ની તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વોટ શેરની વાત કરીએ તો ભાજપનો વોટ શેર 53.8 ટકા અને આમ આદમી પાર્ટીનો વોટ શેર 13.28 ટકા જેટલો હતો. કોંગ્રેસને સફળતા નહોતી મળી, પરંતુ એટલું કહી શકાય કે વિકટ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસનો વોટ શેર 30 ટકા ઉપર તો રહ્યો જ છે. કોંગ્રેસ ધારે તો Gujarat માં ઉભી થઇ શકે તેમ છે. થોડી મહેનત કરવાની જ જરૂર છે. પણ હાલની નેતાગીરી જોતા કોંગ્રેસ ઝડપથી ઉભી થાય એવું લાગતું નથી.
2017માં Gujarat વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી અને કોંગ્રેસને લગભગ 83 બેઠકો મળી હતી. તે વખતે પણ ભાજપનો વોટ શેર 1 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 2 ટકા વધ્યો હતો. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 115 બેઠક હતી જે 2017માં ઘટીને 99 થઇ. જ્યારે 2017માં કોંગ્રેસે 16 સીટ વધારે મેળવી હતી. પણ તે વખતે પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો હતો.
Gujarat માં નો ડાઉટ પાટીદોર મતદારોનું પ્રભુત્વ છે, પણ પાટીદારોને કારણે ભાજપ ઉથલી જાય તેવી શકયતા દેખાતી નથી. શનિવારે પાટીદાર નેતા નરેશ પટેલે જ કહ્યું હતું કે કેશુભાઇ પટેલ જેવા મોટા પાટીદાર નેતા સમાજને મળ્યા નથી. હવે તમને ખબર હશે કે 1995માં કેશુભાઇ પટેલે જ Gujarat માં ભાજપની સરકાર બનાવી હતી, પણ એ જ કેશુભાઇ પટેલે પોતાની પાર્ટી ઉભી કરી તો માત્ર 2 સીટ જ મળી હતી. મતલબ સીધો છે કે પાટીદારો મોટું વર્ચસ્વ ઉભું કરી શકે તેમ લાગતું નથી.
Gujarat ના રાજકારણમાં કોંગ્રેસના શાસનથી એવું ચાલતું આવ્યું છે કે કોઇ પાર્ટીનો ઉદય થાય અને તે થોડા સમય પછી સત્તાધારી પાર્ટીમાં ભળી જાય. 1960માં જયારે કોંગ્રેસની સરકાર હતી તે વખતે વિપક્ષ તરીકે સ્વતંત્ર પાર્ટી નામની પાર્ટી હતી. પણ થોડો સમયમાં તે કોંગ્રસ પાર્ટીમાં ભળી ગઇ. ત્યાર પછી જનતા પાર્ટી વિપક્ષ તરીકે આવી પરંતુ તે પણ પછી કોંગ્રેસમાં ભળી ગઇ અને ભાજપ વિપક્ષ તરીકે આવ્યું. કેશુબાઇ પટેલની Gujarat પરિવર્તન પાર્ટી અને મહાGujarat જનતા પાર્ટી ભાજપમાં ભળી ગઇ હતી.
Gujarat ના જાણીતા સિનિયર પત્રકાર અજય નાયકે khabarchhe.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દર વખતે જયારે ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતા ચિપિયો ખખડાવતા હોય છે. અત્યારે આમ આદમી પાર્ટીનો દેખાવ Gujarat માં સારો રહ્યો છે એટલે ભાજપથી નારાજ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યા છે. તેમાં પણ મોટા ભાગના પાટીદારો જ હોય છે.
હવે Gujarat ના પોલિટિકલ પત્રકાર ઇશુ દાન ગઢવી પણ 14 જૂને Gujarat ની મુલાકાતે આવી રહેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાવાના છે. ઇશુદાન ગઢવી પાટીદાર નથી એટલે પાટીદારો નારાજ થાય એવું પણ બને. બીજું કે અરવિંદ કેજરીવાલ જાણે છે કે સુરતમાં પાટીદારોના સપોર્ટને કારણે આપને 27 બેઠક મળી.
પરંતુ આખા Gujarat ને જીતવું હોય તો એકલાં પાટીદારો પર મુસ્તાક ન રહેવાય એટલે ઇશુ દાન ગઢવીને જોડયા છે. જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ પણ આપમાં જોડાઇ જાય તેવી શકયતાએ જોર પકડયું છે. Gujarat ના રાજકારણના ઇતિહાસમાં ત્રીજો મોરચો કયારેય સફળ રહ્યો નથી. મતનું વિભાજન થશે અને તેનો ફાયદો ભાજપને જ મળશે. તો અન્ય એક સિનિયર પત્રકાર દિનેશ અનાજવાળાએ પણ આ જ વાત કરી હતી કે ચૂંટણી ટાણે પાટીદાર નેતાઓના નિવેદન આવતા હોય છે, જેથી તેમનું વજન વધી શકે,
Gujarat ના આપ પાર્ટીના નેતા તુલી બેનરજીએ કહ્યું હતું કે 14 જૂને આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ Gujarat ની મુલાકાતે આવી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં આપની યોજના વિશે વાત કરશે. એ સિવાય આમ આદમી પાર્ટી Gujarat વિધાનસભા સર કરવા માટે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહી છે.
જો કે એક વાત નોંધપાત્ર છે કે કોરોના મહામારીના સમયમાં Gujarat સરકારના મેનેજમેન્ટથી અનેક લોકો નારાજ થયા છે, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો. તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો આપ તરફ ઢળે તો ચિત્ર બદલાય શકે. પણ તેની સામે ભાજપના નેતાઓનું માઇક્રો મેનેજમેન્ટ જબરદસ્ત હોય છે. તેઓ મતદારોની નારાજગીનું સોલ્યૂશન ચૂંટણી પહેલા લાવી દે તો આપને કેટલો ફાયદો થાય તે જોવાનું રહ્યું. તો કોંગ્રેસનું કોકડું પણ ચૂંટણી પહેલા ઉકેલાય અને સ્ટ્રેટેજીથી લડે તો કોંગ્રેસમાં હજુ કસ છે.