Gujarat માં 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેશે
2.53 લાખ ખેડુતોએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યુ
વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધુ 4 સુવિધા ઇ ગ્રામથી શરૂ થશે
અરજીકર્તાને 20 રૂપિયાના સામાન્ય ચાર્જથી અરજી કરવાની રહેશે
Gujarat સરકારની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે.
મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશનનો ટાઈમ 31 ઓકટોબર સુધી લંબાવવા આવ્યો છે આનાથી જે કોઈ પણ ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશનથી વંચિત છે તેના માટે 5 દિવસનૉ સમય ગાળો વધારી દેવામાં આવ્યો છે.2.53 લાખ ખેડૂતોએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તો બીજી તરફ ખેડૂતોના સિચાઈના પાણીને લઈને પણ Gujarat સરકાર દ્વારા મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર સિંચાઇનું પાણી દરવખતે દિવાળી બાદ ખેડૂતો માટે છોડવામાં આવે છે પણ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરતાં આવ્યું છે તે બાદ આ વખતે ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે સીઝન દરમિયાન છોડી દેવામાં આવશે આ માટે બેઠકમાં જ સબધિત અધિકારીને સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે.
500 કરોડનું બજેટ ફળવાયું
Gujarat સરકારની કેબિનેટ બેઠકમાં બીજો એક મોટો નિર્ણય જનરલ કેટેગરીમાં આવતા લોકો માટે કરવામાં આવ્યો છે. બિન અનામત વિભાગમાં 500 કરોડ રૂપિયાનું બજેટ આપવાનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જે લોકોને સરકાર તરફથી અનામતનો લાભ નથી મળી રહ્યો એટલે બિન અનામત વર્ગ વિકાસ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રોજગારીની વધુમાં વધુ તકો ઊભી કરવામાં તેમજ જનરલ કેટેગરી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય મળે તે માટે હવે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે 500 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એજ્યુકેશન લોન, કોચિંગ સહાય, ભોજન બિલ સહાય સહિત વિદેશમાં અભ્યાસની સહાય માટે અરજી કરી સરળ રીતે સરકારની યોજના લાભ પોર્ટલ મારફતે જનરલ કેટેગરીના લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ડ્રાઈવિંગ લાયસન્સ સબંધિત સેવાઓ હવે ઈગ્રામ થકી
માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ સબંધી કેટલીક સુવિધાઑ હવે ઈ ગ્રામ વિશ્વ વિશ્વ ગ્રામ થ્રુ શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે જેમાં 1)ડૂબલિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ 2) રિન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ 3) ડ્રાઇવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન એટલે કે એબસ્ટ્રેક્ટ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ રિપેલન્સમેન્ટની સુવિધા હવે પંચાયત વિભાગના ઈગ્રામ વિશ્વ ગ્રામ યોજના થકી લોકોને મળશે.જેનાથી લોકોને પણ RTOના ધક્કાથી છૂટકારો મળશે જ્યારે બીજી તરફ RTOમાં પણ કામકાજનું ભારણ ઘટશે.અરજીકર્તાને 20 રૂપિયાના સામાન્ય ચાર્જથી અરજી કરવાની રહેશે જેમાંથી 4 રૂપિયા ગ્રામ પંચાયતને પણ મળશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો Gujarat પ્રવાસ
28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ Gujarat પ્રવાસ પર આવશે , 29 ઓક્ટોબરે મહુવા અને તલગાજરડાના વિવિધ કાર્યક્રમાં તેઓ ભાગ લેવામાં છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ દરેક કાર્યક્રમમાં હાજર રહેશે.
પોલીસ ગ્રેડ -પે આંદોલન મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. પોલીસ આંદોલન અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે ગૃહ રાજયમંત્રી વાર્તાલાપ કરી રહ્યા છે. સાથે જ આ બાબતે પોલીસ કર્મચારીઓને અપીલ કરી છે કે કાયદા વ્યવસ્થા ના ખોરવાય એનું ધ્યાન રાખે. અને વધુમાં કહ્યું હતું કે કર્મચારીઓની સાચી બાબતમાં સરકાર હકારાત્મક વિચારી રહી છે.
હવે વીજળીમાં પણ Portability ની સુવિધા, ઈચ્છિત કંપની અને વીજ સપ્લાય બંધ થાય તો વળતર મળશે
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના અન્ય નિવેદન
ભરતી પ્રક્રિયામાં ભષ્ટ્રાચારના આક્ષેપો અંગે જીતુ વાઘાણીનુ નિવેદન
કુલપતિ સાથે VC કરીને માર્ગદર્શન આપ્યુ
યુનિવર્સિટીની એક્સપર્ટ ટીમ માર્ગદર્શન હેઠળ ભરતી કરવામા આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે Gujarat
31 ઓક્ટોબરે આવશે Gujarat
કેવડિયા ખાતે એકતા દિવસની પરેડમાં રહેશે ઉપસ્થિત
આણંદમા અમુલ ડેરીના 75 વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે