તમે વિચારતા હશો કે તેના પર લગાવવામાં આવેલા FASTag નું શું થશે. તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે પહેલા ટેગ જારી કરનાર બેંકને તેના વિશે જાણ કરવી પડશે અને એકાઉન્ટ બંધ કરાવવું પડશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તેની વેબસાઈટ પર આ માહિતી આપી છે.
કાર વેચતી વખતે FASTag નું શું કરવું?
જો તમે તમારું વાહન વેચ્યું છે અથવા ટ્રાન્સફર કર્યું છે, તો તમારે તરત જ ફાસ્ટેગ ડિએક્ટિવેટ અથવા બંધ કરાવી દેવું જોઈએ. જો તમે આમ નહીં કરો, તો તે જ ખાતામાંથી ટોલ પેમેન્ટ કાપવાનું ચાલુ રહેશે. એટલે કે તમારા ખાતામાંથી પૈસા કપાતા રહેશે. વાસ્તવમાં, ટોલ પેમેન્ટ એ જ સોર્સ એકાઉન્ટમાંથી કાપવામાં આવશે જે FASTag એકાઉન્ટ સાથે લિંક છે. એટલું જ નહીં, જ્યાં સુધી તમારું ફાસ્ટેગ એકાઉન્ટ લિંક હશે ત્યાં સુધી તમારી કારનો નવો માલિક પણ કાર માટે નવુ ફાસ્ટેગ મેળવી શકશે નહીં. કારણ કે વાહન સાથે માત્ર એક જ એક્ટિવ ફાસ્ટેગને લિંક કરી શકાય છે.
આવી રીતે બંધ કરો FASTag એકાઉન્ટ
આમ તો, અલગ અલગ સર્વિસ પ્રોવાઇડર્સ પાસે FASTag લિંક્ડ એકાઉન્ટ અથવા ઇ-વોલેટને બંધ અથવા ડિએક્ટિવેટ કરવા માટેની અલગ અલગ પ્રક્રિયા છે. પરંતુ, સૌથી સામાન્ય રીતોમાંની એક એ છે કે તમે તમારા ફાસ્ટેગ પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો અને ફાસ્ટેગ લિંક કરેલ એકાઉન્ટને બંધ કરવા અથવા ડિએક્ટિવેટ કરવા માટેની રિકવેસ્ટ સબમિટ કરો.
FASTag એકાઉન્ટ બંધ કરવા માટે, તમારે પહેલા કસ્ટમર કેર સર્વિસને કૉલ કરવો પડશે.
MoRTH/NHAI/IHMCL એ FASTag સંબંધિત ફરિયાદોના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 1033 શરૂ કર્યો છે.
ફાસ્ટેગ સંબંધિત કોઈપણ ચિંતા માટે ગ્રાહકો સીધો 1033 ડાયલ કરી શકે છે.
ફાસ્ટેગ સાથે જોડાયેલ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરો
તમારી FASTag જારી કરનાર બેંકની મોબાઇલ એપ્લિકેશન અથવા પ્રીપેડ વોલેટમાં લોગ ઇન કરો
હવે તમારા ફાસ્ટેગ એકાઉન્ટને કેન્સલ કરવા માટેના સ્ટેપ્સને ફોલો કરો.
ફાસ્ટેગ જારી કરતી બેંકના ઑનલાઇન FASTag પોર્ટલ પર લૉગ ઇન કરો
તમે તમારા ફાસ્ટેગ જારી કરનાર બેંકના ઑનલાઇન પોર્ટલ પર પણ લૉગ ઇન કરી શકો છો.
ત્યાં તમારે તમારું ફાસ્ટેગ એકાઉન્ટ બંધ કરવા માટે જરૂરી સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
મૃત્યુ બાદ તમારા Google ડેટાનું શું થાય છે ? શું Third Party ને આ ડેટા આપી શકાય?
FASTag શું છે?
આ સાથે તમને જણાવી દઈએ કે ફાસ્ટેગ એક સ્ટીકર છે, જે તમારી ગાડીની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. જ્યારે તમે નેશનલ હાઇવે પર મુસાફરી દરમિયાન કોઈપણ ટોલ ક્રોસ કરો છો, ત્યારે ત્યાં લાગેલુ સ્કેનર ડિવાઇસ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનીક દ્વારા ગાડી પરના સ્ટીકરને સ્કેન કરે છે. આ સાથે, તમારે દરેક જગ્યાએ ઉભા રહીને પેમેન્ટ કરવાની જરૂર નથી રહેતી.