ઘરમાં લાગેલા ટીવી, ફ્રીઝ, કુલર અથવા એસીમાં કેટલા યુનિટ વિજળી વપરાય છે, તેને જાણવા અઘરુ કામ છે. કોઈ ઉપકરણ કેટલા યુનિટ વિજળી ખાય છે. તેને જાણવું અઘરૂ કામ છે. આ ત્યારે જ ખબર પડે જ્યારે દર મહિને વિજળીનું Bill આવે છે. તેનાથી પણ આ જાણકારી નથી મળતી કે, એસીને ચલાવા માટે કેટલી વિજળી લાગે છે અથવા તો ઈસ્ત્રી કરવા માટે કેટલા યુનિટ વિજળી વપરાય છે. જો કે, આ જાણવું સરળ છે અને આપ આ કામ ઘરે બેઠા કરી શકો છો.
મોટા ભાગે ગ્રાહકોને વિજળીનું Bill જોઈને ચક્કર આવી જતાં હોય છે. એટલા મોંઘા વિજળી Bill આવી રહ્યા છે. વિજળીનો ઉપયોગ ઓછો કરવા છતાં આટલા રૂપિયા Bill કેમ આવ્યું. ત્યારે આવા સમયે ગ્રાહકોના મનમાં કેટલાય પ્રકારના સવાલો ઊભા થતાં હોય છે. આપના મગજમાં એ પણ વિચાર આવે છે કે, મહિનામાં સરેરાશ કેટલી વિજળી વપરાય છે. આપ એ જાણવા માગો છો કે, ઘરમાં લગાવેલા સાધનમાં કેટલી વિજળી વપરાય છે. વિજળી Bill કેવી રીતે ઓછું લાવી શકીએ. શું છે ઉપાય.
આટલું ખર્ચ થશે વિજળી
તેને જાણવા માટે પહેલા યુનિટનો અર્થ સમજીએ. 1 યુનિટ એટલે કે, 1 કિલોવોટ પ્રતિ કલાક એટલે કે, 1000 વોટનું કોઈ યંત્ર 1 કલાક ઉપયોગ કરો છો, તો તેનાથી 1 યુનિટ વિજળી વપરાય છે. આપના ઘરમાં એલઈડી બલ્બ, પંખા, એસી, ટીવી, ફ્રીઝ, ટ્યૂબલાઈટ, માઈક્રોવેવ ઓવન, આઈરન, વોશિંગ મશીન, લેપટોપ અને મિક્સર હોય છે. 9 વોટના 3 બલ્બ જો 10 કલાક બલે છે, તો તેનાથી 270 વોટ વિજળી વપરાય છે. આવી રીતે 60 વોટના 4 પંખા ઘરમાં લાગેલા હોય તો, 12 કલાક ચાલે તો 2880 વોટ વિજળી ખર્ચ થશે.
1600 વોટનું એક એસી 5 કલાક ચાલે તો, તેનાથી 800 વોટ વિજળી ખર્ચ થશે. એક ટીવી હોય અને 2 કલાક ચાલે તો તેનાથી 140 વોટ વિજળી લાગશે. 200 વોટનું ફ્રીઝ 8 કલાક વપરાય તો 375 યુનિટ વિજળી લાગશે. 750 વોટ ઈસ્ત્રી અડધો કલાક વાપરો તો, 375 યુનિટ વિજળી ખર્ચ થશે. આપના 50 વોટનું લેપટોપ 2 કલાક ચાલે તો, 100 વોટ વિજળી ખર્ચ થશે. આવી રીતે આપ કલાકના હિસાબે વિજળી યુનિટ વિશે જાણી શકશો.
આટલું આવશે વિજળી Bill
કલ્પના કરો કે, એક દિવસમાં આપના ઘરમાં તમામ ઉપકરણથી વિજળીનો ખર્ચ 15000 વોટ થાય છે. તેમાં 1000 સાથે ભાગાકાર કરો તો રિઝલ્ટ 15 આવશે. એટેલે કે, આપના ઘરમાં એક દિવસમાં 15 વોટ યુનિટ વિજળી વપરાઈ. આખા મહિનાની વાત કરીએ તો, 450 યુનિટ થયાં. જો આપ ગામડામાં રહો છો, અથવા શહેરમાં રહો છો, તે હિસાબી વિજળીના રેટ નક્કી થાય છે. ગામડામાં જે Bill 2000 આવે છે, તે શહેરમાં 2500ની આજૂબાજૂ આવે છે. તેમાં ફિક્સ્ડ ચાર્જ અને ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી જોડાતા Bill તૈયાર થાય છે.
ઘરમાં Tulsi નો છોડ લગાવવાથી દૂર થાય છે વાસ્તુદોષ, જાણો….
વિજળી બચાવાની રીત
જે વિજળી ઉપકરણ ઉપયોગમાં નથી આવતા. તેને બંધ કરી દો. ઘરમાં જો વધારે પાવરના ઉપકરણો લાગેલા હોય તો, બધાને એક સાથે ન વાપરો. બલ્બની જગ્યાએ એલઈડી અથવા સીએફએલનો ઉપયોગ કરો. એસીનું તાપમાન 24 ડિગ્રીની આસપાસ રાખો. વોટર હીટર અથવા ગીઝરને લાંબા સમય સુધી ઓન ન રાખો. એસી અને મોટરને સમય સમયે સર્વિસ જરૂરથી કરાવો.