WhatsApp પર હવે નવુ ફિચર આવ્યું છે. આ ફિચર હાલ બિઝનેસ અકાઉન્ટ માટે આવ્યું છે. કેટલાક યૂઝર્સ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરીને સ્ટેટ્સ જોઈ શકશે. જલ્દીથી જ આ ફિચરને તમામ લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે. ચાલો જાણીએ કેવી રીતે આ કામ કરશે.
WhatsAppને કથિત રૂપથી એક બિઝનેસ અકાઉન્ટ સ્ટેટ્સ અપડેટ જોવા માટે નવું ફિચર મળી રહ્યું છે. WhatsApp ફિચર ટ્રેકરના અહેવાલ મુજબ, યૂઝર ‘બિઝનેશ ઈન્ફો’ પેજમાં પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અકાઉન્ટનું સ્ટેટ્સ જોઈ શકે છે. આ સિસ્ટમ હાલ બેટા ટેસ્ટર્સ માટે તૈયાર કરવામાં આવી રહી છે. અને આવનારા દિવસમાં બીજા યૂઝર્સ માટે પણ રોલ આઉટ કરાશે.
WhatsApp ફિચર ટ્રેકર WABetainfoના અનુસાર, WhatsAppને એક નવું ફિચર મળવા જઈ રહ્યું છે. જે મુજબ હવે બિઝનેસ ઈન્ફો પેજમાં પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને બિઝનેસ અકાઉન્ટના સ્ટેટ્સ અપડેટ જોવા મળશે. જેથી યૂઝર્સને બે ઓપશન મળશે – પ્રોફાઈલ ફોટો જોવાનું ઓપશન અને સ્ટેટ્સ જોવાનું ઓપશન. ફિચર ટ્રેકરે આ પણ નોટ કર્યું છે કે, WhatsApp સ્ટેટ્સ જોવા માટે જુના એપ પ્રમાણે સ્ટેટ્સ અપડેટ પણ બતાવવાનું ચાલું રાખશે.
WABetainfoએ પણ જણાવ્યું છે કે, હાલ પુરતી આ સુવિધા માત્ર બિઝનેસ અકાઉન્ટ યૂઝર્સ માટે જ શરૂ થશે અને અન્ય યૂઝર્સ માટે ભવિષ્યમાં આ સુવિધા ઉપલ્બધ થશે. થોડા મહિના પહેલાં આ ફિચરને એન્ડ્રોઈડ ડેટા ૨.૨૧.૧૭.૫ માટે WhatsAppના કોડમાં જોવા મળ્યા છે.
મોંઘવારીમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને લાખોની કમાણી થશે, જાણો બીઝનેસ વિશે….
આ મહિનાની શરૂઆતમાં, WhatsApp બિઝનેસ અકાઉન્ટ હોલ્ડર્સને ક્લેક્શનના નામે બીજુ એક ફિચર મળ્યું, જેનાથી તેઓ પોતાના કેટલોગને યોગ્ય રીતે સેટ કરી શકે. સાથે જ WhatsApp પિક્ચર ઈન પિક્ચર વીડિયો મોડમાં એક નવો કંટ્રોલ બાર જોડવા જઈ રહ્યો છે.