દેશની જ દુનિયા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ Mukesh Ambani એ વધુ એક ઈતિહાસ રચ્યો છે. તે એલન મસ્ક અને જેફ બેસોઝ સાથે દુનિયાના 100 બિલિયન ડોલરની સંપતિવાળા અબજોપતિના લિસ્ટમાં શામેલ થઈ ગયું છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, Mukesh Ambaniની સંપતિમાં ચાલુ વર્ષે 23.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. તાજેતરના આંકડા પ્રમાણે, નેટવર્થ વધીને 100.1 બિલિયન ડોલર થઈ ગઈ છે.
Mukesh Ambani 100 બિલિયન ડોલરની લિસ્ટમાં 11માં નંબરે છે.
આ લિસ્ટમાં સૌથી ઉપર ટેસ્લાના માલિક એલન મસ્ક તેના પછી એમેઝોનના પૂર્વ સીઈઓ જેફ બેઝોસ છે. ત્યાર બાદ બર્નાડ અર્નોલ્ટ, બિલ ગેટ્સ, લેરી પેજ, માર્ક ઝૂકરબર્ગનો નંબર આવે છે.
64 વર્ષીય Mukesh Ambani એ જ્યારથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસની કમાન સંભાળી છે ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું. તેની આગેવાનીમાં એનર્જી સેક્ટર સાથે રિટેલ, ઈ-કોમર્સ સેક્ટરમાં ઘણી મજબૂતી સાથે આગળ વધ્યું છે. 2016માં તે ટેલિકોમ સેક્ટરમાં પણ ઉતર્યા અને આજે ભારતના બજાર પર જિયોનું પ્રભુત્વ છે.
1 વર્ષ પહેલા આ કંપનીમાં રોકેલા રૂ. 10000 અત્યારે 3.60 કરોડ રૂ. થઇ ગયા હોત. જાણો તે કંપની કઈ છે ?
હવે તેની નજર ગ્રીન એનર્જી પર ટકેલી છે. ચાલુ વર્ષે જૂનમાં તેમણે જાહેરાત કરી હતી કે આગામી ત્રણ વર્ષમાં તે આ સેક્ટરમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
આ રહ્યું લિસ્ટ
ક્રમ બિલિયોનરનું નામ નેટવર્થ (બિલિયન ડોલર)
1 એલન મસ્ક 222
2 જેફ બેઝોસ 191
3 બર્નાર્ડ એર્નોલ્ટ 156
4 બિલ ગેટ્સ 128
5 લેરી પેજ 125
6 માર્ક ઝૂકરબર્ગ 123
7 સર્ગે બ્રીન 120
8 લેરી એલીસન 108
9 સ્ટીવ બાલીમેર 106
10 વોરન બફેટ 103
11 Mukesh Ambani 101