સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook અને Instagramની સેવા એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થઈ છે. સર્વર ડાઉન થવાને કારણે Facebook અને Instagram થોડા સમય માટે બંધ હતા. જેના કારણે ઘણા યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે સેવા પુનસ્થાપિત કરવામાં આવી છે. અગાઉ, રવિવાર-સોમવાર દરમિયાન (3 થી 4 ઓક્ટોબર વચ્ચે), Instagram, Facebook અને વોટ્સએપના સર્વર લગભગ છ કલાક માટે બંધ હતા.
We’re aware that some people are having trouble accessing our apps and products. We’re working to get things back to normal as quickly as possible and we apologize for any inconvenience.
— Meta (@Meta) October 8, 2021
તે જ સમયે, Instagramએ તેના નિવેદનમાં કહ્યું કે અમે દિલગીર છીએ. તમારામાંના કેટલાકને હમણાં Instagramનો ઉપયોગ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે. અમે દિલગીર છીએ. હાલમાં બધું જ ઠીક થઈ ગયું છે ને હવે બધુ સામાન્ય થઈ જવું જોઈએ. અમને સહકાર આપવા બદલ આભાર.
We know some of you may be having some issues using Instagram right now (🥲). We’re so sorry and are working as quickly as possible to fix.
— Instagram Comms (@InstagramComms) October 8, 2021
Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર
તમને જણાવી દઈએ કે, ફેસબુકની સાથે સાથે ભારતમાં તેના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં યુઝર્સ છે. આ વર્ષની શરૂઆતમાં સરકારી ડેટા મુજબ ભારતમાં 53 કરોડ વોટ્સએપ યુઝર્સ, 41 કરોડ ફેસબુક યુઝર્સ અને 21 કરોડ Instagram યુઝર્સ છે.
Instagramએ તેના નિવેદનમાં કહ્યું કે અમે દિલગીર છીએ. તમારામાંના કેટલાકને હમણાં Instagramનો ઉપયોગ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે. અમે દિલગીર છીએ. હાલમાં બધું જ ઠીક થઈ ગયું છે ને હવે બધુ સામાન્ય થઈ જવું જોઈએ. અમને સહકાર આપવા બદલ આભાર.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને Instagramની સેવા એક સપ્તાહમાં બીજી વખત ડાઉન થઈ છે. સર્વર ડાઉન થવાને કારણે ફેસબુક અને Instagram થોડા સમય માટે બંધ હતા. જેના કારણે ઘણા યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.