નામની નોંધણી અને એપોઇમેન્ટ વગર રસી આપવામાં આવશે નહીં.
અત્યાર ની પરિસ્થિતી ને ઘયાન મા લાઈ ને કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકો માટે રસીકરણનો ત્રીજો તબક્કો આજ (28 એપ્રિલ, 2021) થી શરૂ થઈ ચુક્યો છે.
કોવિન પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું ? – www.cowin.gov.in
1) cowin.gov.in પર લોગીન ઇન કરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
2) પછી તમારા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
3) OTP દાખલ કરો અને “Verify” બટન પર ક્લિક કરો, OTP માન્ય હશે તો “Vaccination Registration” પેજ ખુલશે.
5) “Vaccination Registration” પેજ માં જરૂરી વિગતો દાખલ કરો. અને પ્રૂફ માટે તમારા ફોટો ID Upload કરો. તમને પૂછવામાં આવશે કે શું તમારી પાસે કોઈ કોમર્બિડિટીઝ છે. આનો જવાબ ‘હા’ અથવા ‘ના’ પર ક્લિક કરીને આપી શકાય છે.
6) જરૂરી બધી વિગતો ની નોંધણી દાખલ કરયા બાદ, જમણી બાજુ નીચે “Register” બટન પર ક્લિક કરો.
7) સફળતા પૂર્વક નોંધણી કરયા બાદ નોંધણી સફળતા નું પુષ્ટિકરણ સંદેશ મળશે. એકવાર નોંધણી થઈ ગયા પછી, તમને “એકાઉન્ટ વિગતો” બતાવવામાં આવશે.