MODI નો નિર્ણય, PM Cares Fund માંથી ખરીદવામાં આવશે 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કંટેનર્સ
દેશમાં જીવલેણ કોરોના વચ્ચે ઓક્સિજનની ભારે અછત સર્જાતા પી એમ મોદી એ મહત્વ નો નિર્ણય કર્યો છે. એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કંટેનર્સ પીએમ કેયર્સ ફંડમાંથી ખરીદવાની મંજૂરી આપી છે. બુધવારે પીએમ ની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના મેનેજમેન્ટ માટે લિક્વિડ તબીબી ઓક્સિજન (એલએમઓ) પુરવઠામાં સુધારો કરવા માટે મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠક માં મોદી એ કહ્યું હતું કે પોર્ટેબલ ઓક્સિજન વહેલી તકે ખરીદી ને રાજ્યો ને આપવામાં આવે. કોરોના થી વધુ અસરગ્રસ્ત રાજ્યો ને પસંદ કરવામાં આવશે.
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને પસંદ કરવામાં આવશે.
પીએમ કેર ફંડ માં પેહલા થી જ મંજુર થયેલા પ્લાન્ટ ઉપરાંત ૫૦૦ નવા ઓક્સિજન પ્લાન્ટ ને મંજૂરી આપવા માં આવી. કેર ફંડ ની મદદ થી બીજા નવા ૫૦૦ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને વહેલી તકે ઓક્સિજન નું ઉત્પાદન ચાલુ થઇ જશે. આ નવા પ્લાન્ટ્સથી 2 શહેરોમાં જિલ્લા મથકો અને હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો વધશે. અને આ નવા ૫૦૦ પીએસએ પ્લાન્ટ ની સ્થાપના ડી આર ડી ઓ અને સી એસ આઈ આર દ્વારા વિકસિત દેશી ટેક્નોલોજી થી કરવામાં આવશે.
ભારતમાં ઓક્સિજનની સંકટને દૂર કરવા માટે સિંગાપુર પણ મદદ કરવા આગળ આવ્યું છે. સિંગાપુરે બુધવારે ઓક્સિજન સિલિન્ડર ભરેલા 2 વિમાન ભારત માટે રવાના કર્યા એવી સિંગાપુરના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. સિંગાપુરના વિદેશ મંત્રીએ સિંગાપુર એરફોર્સના 2 સી-130 એરક્રાફ્ટ ભારત માટે રવાના કર્યા છે. જેમાં 256 256 ઓક્સિજન સિલિન્ડર છે.
‘સિંગાપુર અને ભારતના સંબંધ મજબૂત રહ્યાં છે. મહામારીના સંકટ સમયે ભારતે સિંગાપુરને તમામ મદદ કરી હતી, આ માટે અમે ભારત સરકારના આભારી છીએ.’ એવું સિંગાપુરના વિદેશ મંત્રી ડૉક્ટર મલિકી ઉસ્માને કહ્યું છે. એક જાણકારી અનુસાર, ભારતીય વાયુસેનાએ પણ 3 ઓક્સિજન કન્ટેનર લાવવા માટે પોતાનું સી-17 એરક્રાફ્ટ સિંગાપુર મોકલ્યું છે.
કોરોના સંકટ વચ્ચે દેશના ઘણા ભાગોમાં ઓક્સિજનની અછત છે. હોસ્પિટલોમાં ઘણા લોકોનાં મોત ના કારણે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઠપકો આપ્યો છે. સરકારી દળો યુદ્ધના ધોરણે ઓક્સિજન અને બેડ પૂરા પાડવામાં રોકાયેલા છે.