ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત પણ સામે આવી રહી છે. આ કપરા સમય વચ્ચે સચિન તેંદુલકર એ ગુરુવારે દર્દીઓ માટે ઓક્સિજન કોન્સેન્ટર્સ ખરીદવા માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એ જણાવતા દુઃખ થાય છે કે દેશ માં સતત કોવિડ-19 ની સંખ્યા માં સતત વધારો થાઈ રહ્યો છે. અને બુધવારે મહત્તમ ૩,૭૯,૨૫૭ નવા કેસ નોંધાયા છે.
દેશ ની આરોગ્ય સંસ્થા પણ આ કટોકટી થી ઝઝૂમી રહી છે. અને લોકો માટે ઓક્સિજન અને મહત્વપૂર્ણ દવાઓની વ્યવસ્થા નથી થઈ રહી. ઓક્સિજન કન્સેન્ટર્સ મશીન આયાત કરવા જરૂરિયાતમંદ હોસ્પિટલોમાં દાન આપવા માટે દિલ્હી NCR માં રહેતા ઉદ્યોગપતિઓની નાણાં એકત્રિત કરવાની પહેલ મિશન ઓક્સિજન નિવેદનમાં જણાવ્યું છે કે, તેમનું મિશન જરૂરી લોકોને ઓક્સિજન દાન હૃદયને સ્પર્શ કરનારૂ છે. જે જરૂરિયાતના સમયે દેશભરની હોસ્પિટલો માટે જીવન બચાવતા ઓક્સિજન કન્સેન્ટર્સ ખરીદવા અને પ્રદાન કરવા માટેનું કાર્ય કરી રહ્યા છે.
કોરોના ની ઝપેટ માં આવ્યા બાદ થોડો સમય હોસ્પિટલમાં વિતાવનાર 48 વર્ષીય તેંદુલકરે ટ્વિટર પર આ પહેલની પ્રશંસા કરી હતી. તેંદુલકરે ટ્વિટર પર લખ્યું કે કોરોના ની આ બીજી લહેર એ આપણી આરોગ્ય પ્રણાલી ને ભારે સંકટ માં મૂકી છે. કોવીડ ના ગંભીર દર્દી ઓ ને વધું પ્રમાણ માં ઓક્સિજન આપવું એ આ સમય ની જરૂર છે.
સચિને કહ્યું કે આવા સમય માં લોકો નું સહાય માટે આગળ આવવું એ હૃદયસ્પર્શી છે. 250 થી વધુ ઉદ્યોગપતિઓ એ ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદી ને તેને દેશભર ની હોસ્પિટલ માં દાન આપવાના હેતુ થી ભંડોળ એકઠું કરવાના આશય થી આ મિશન ઓક્સિજન ની શરૂઆત કરી છે.