આખી દુનિયા કોરોના સામે સાથે મળી ને લડાઈ લડી રહી છે. પણ આ માઇક્રોસોફ્ટ ના સંસ્થાપક અને દુનિયા ના ટોપ બિઝનેસમેન બિલ ગેટ્સ આ વાત ને લઇ ને ચર્ચા માં આવી ગયા છે કે ભારત સહીત વિકાસશીલ દેશો સાથે રસી ની ફોર્મ્યુલા શેર કરવી જોઈ નહીં.
આમ જોવા જાય તો સ્કાય ન્યૂઝ ની સાથે ઇન્ટરવ્યૂ માં બિલ ગેટ્સ ને પૂછ્યું કે
રસી પરથી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટસ હટાવી લેવા જોઇએ અને તેને દુનિયા ના દેશો ની સાથે શેર કરીશુ તો શું તેનાથી બધા ને રસી પહોંચાડવામાં મદદ મળશે ?
બિલ ગેટ્સ એ આનો ઉત્તર આપતા તરત જ કહ્યું કે ના. દુનિયા માં રસી બનવતી ઘણી બધી કંપની છે પરંતુ લોકો તેની સુરક્ષા ને લઇ ને ગંભીર છે.તો પણ દવા ની ફોર્મ્યુલા શેર કરવી જ ના જોઈએ. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સનની ફેકટરી અને ભારતની ફેકટરીમાં અંતર હોય છે. રસી બનાવે છે તે આપણે આપણા પૈસા અને આપણી વિષેશજ્ઞતા થી બનાવીએ છીએ.
બિલ ગેટ્સ એ કીધું કે રસી ની ફોર્મ્યુલા કોઈ રેસિપી જેવા નથી કે બધા સાથે શેર કરાય અને આ કાંઈ માત્ર બૌદ્ધિક સંપદાનો મામલો નથી. આ રસી ને બનાવવામાં ખુબ સાવધાની રાખવી પડે છે, એનું ટેસ્ટિંગ કરવું પડે છે, તેનું ટ્રાયલ કરવાનું હોય છે. રસી બનાવવા માટે બધી જ પ્રકાર ની સાવધાની રાખવી પડે છે.
બિલ ગેટ્સ એ આટલું જ નહીં પણ આગળ કહ્યું કે એમાં કાંઈ હેરાન થવા જેવી વાત નથી કે ધનિક દેશો એ રસી માટે પહેલા પોતાને જ પ્રાથમિકતા આપી છે.હજુ વધુ ઉમેરતા કહ્યું કે અમેરિકા અને બ્રિટન માં 30 વર્ષ ના લોકો ને પણ રસી લગાવી રહ્યા છે પરંતુ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા માં હજુ 60 વર્ષ ના લોકો પણ રસી થી વંચિત છે. આ અનુચિત છે. હજુ વધુ ઉમેરતા કહ્યું કે અમેરિકા અને બ્રિટન માં 30 વર્ષ ના લોકો ને પણ રસી લગાવી રહ્યા છે પરંતુ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા માં હજુ 60 વર્ષ ના લોકો પણ રસી થી વંચિત છે. આ અનુચિત છે. બિલ ગેટ્સ નો કહેવાનો મતલબ એ હતો કે એક વખત વિકસિત દેશો માં વેક્સીનશન થઇ જાય તો ગરીબ દેશો ને પણ રસી આપી દેવામાં આવશે.
બિલ ગેટ્સ તેની આ વાતો પર ખુબ ચર્ચા માં આવી ગયો છે. બ્રિટન સ્થિત યુનિવર્સિટી ઓફ અસેક્સમાં લૉના પ્રોફેસર તારા વાન હો એ ટ્વીટ કરતા કહ્યું કે ભારત માં કોરોના થી થઇ રહેલા લોકો ના મોત ને રોકી શકતા નથી. વાસ્તવ માં અમેરિકા અને બ્રિટને વિકાસશીલ દેશો નું ગળું દબાયું છે. પશ્ચિમ ક્યારે મદદ કરશે ?? ખરેખર આ વાત ખુબ ઘુણાસ્પદ છે.