વેક્સીનેશન ના સર્ટિફિકેટ ને વિવાદ રુપ ગણી ને પંજાબમાં એક સિનિયર સિટિઝને કોરોના વેક્સીન લગાવવાનો ઈનકાર કરી દીધો છે.
વિગત જણાવતા એમ ને કહ્યુ, વેક્સીનેશન માટેના સર્ટિફિકેટ પર પીએમ મોદી નો ફોટો હોવાથી હું વેક્સીન લઈ રહ્યો નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર છે.
પૂર્વ પ્રોફેસર પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘને એક પત્ર પણ લખ્યો અને તેમાં જણાવ્યું કે, સર્ટિફિકેટ પર કોઈ ડોકટરોની સહી હોવી જોઈએ. મને વેક્સીન લગાવવાની જરુર છે પણ મને પીએમ મોદીની તસવીર સર્ટિફિકેટ પર હોવા સામે વાંધો છે.
પૂર્વ પ્રોફેસર ના જણાવ્યા મુજબ, અન્ય કોઈ પણ દેશમાં વેક્સીન લીધા પછી જે સર્ટિફિકેટ અપાય છે તેના પર રાજકીય નેતાની તસવીર હોતી નથી. પંજાબ સરકારને તસવીર પરથી સર્ટિફિકેટ હટાવવા માટે પણ અનુરોધ કર્યો છે. ભારતમાં જ સત્તા પર બેસેલા નેતાની તસવીર સાથેનુ સર્ટિફિકેટ અપાઈ રહ્યુ છે.
સર્ટિફિકેટ પર લાગેલા પીએમ મોદીના ફોટા સામે વિરોધ અગાઉ પણ થઈ ચુકેલો છે. જેમકે વેસ્ટ બંગાળ ના મમતા બેનરજીએ પણ સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર સામે વાંધો ઉઠાવ્યો હતો. અને વધુ મા કહી એ તો મહારાષ્ટ્ર ના મંત્રી નવાબ મલિકે તો ત્યાં સુધી કહેલું હતુ કે, જેમ પીએમ મોદીની તસવીર સર્ટિફિકેટ પર લાગવા મા આવી છે તેમ કોરોનાના કારણે મોતને ભેટનાર લોકોની તસવીરો પણ લગાવવી જોઈએ.