મોદી સરકારે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે તમામ પગલાં લીધા છે. તેમ છતાં કેટલાક લોકો તેમની આદતો છોડતા નથી અને દરેક નાના-મોટા કામ માટે Cashનો ઉપયોગ કરે છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ડિસ્કાઉન્ટ અલગથી ઉપલબ્ધ છે. આ સિવાય Cashનું ચલણ ઘટાડવા માટે એટીએમમાંથી ઉપાડના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. તેમ છતાંય જો તમે Cash નો વધુ ઉપયોગ કરો છો, તો સાવચેત રહો. આ આર્ટિકલમાં અમે તમને એ કેસ ટ્રાન્જેક્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર ઇનકમ ટેક્સ વિભાગની નજર હોય છે. જો તમે નાનકડી પણ ભૂલ કરી તો ટેક્સ વિભાગ નોટિસ આપી શકે છે.
જો નાણાકીય વર્ષમાં સેવિંગ અકાઉન્ટમાંથી 10 લાખ Cash ઉપાડવામાં આવ્યા હોય અથવા જમા કરવામાં આવ્યા હોય, તો બેંક તેની માહિતી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે શેર કરે છે. તેમાં ડિજિટલ ટ્રાન્જેક્શન સામેલ નથી. કરન્ટ અકાઉન્ટ માટે આ Cash મર્યાદા 50 લાખ રૂપિયા છે.
જો નાણાકીય વર્ષમાં 10 લાખથી વધુ ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા થાય છે, તો તેની માહિતી આવકવેરા વિભાગ સાથે શેર કરવામાં આવે છે. Cash વ્યવહારો ઉપરાંત તેમાં ડિજિટલ વ્યવહારો અને ચેક બુક દ્વારા વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. જે બેંકના એફડી અકાઉન્ટમાં આ લિમિટ કરતા વધુ ડિપોઝિટ હશે, તેને અને જમા કરનારને ઇનકમ ટેક્સથી નોટિસ મળી શકે છે.
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો Cashમાં જમા કરવાનું ટાળો. એક નાણાકીય વર્ષમાં જો 1 લાખથી વધુ Cash Credit Card બિલના રૂપમાં જમા થાય છે, તો તેની માહિતી ટેક્સ વિભાગને આપવામાં આવે છે. જો નાણાકીય વર્ષમાં ક્રેડિટ કાર્ડનું બિલ 10 લાખથી વધી જાય તો પણ ટેક્સ વિભાગ નોટિસ આપી શકે છે. તેમાં ડિજિટલ વ્યવહારો સહિત Cash વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.
જો નાણાકીય વર્ષમાં 10 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ Cash માં બનાવવામાં આવે છે, તો બેંકને પાન કાર્ડની વિગતો શેર કરવી પડશે કારણ કે તેને ટ્રેક કરવામાં આવે છે.
ઉપરાંત એક નાણાકિય વર્ષમાં શેરમાં 10 લાખથી વધુ રોકાણ કરવા પર કંપની તેની જાણકારી ટેક્સ વિભાગને આપે છે. તેમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રોકાણનો સમાવેશ થાય છે. એ જ રીતે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં 10 લાખથી વધુ રોકાણ કરો તો પણ આ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકાય છે.
જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં વિદેશ પ્રવાસ પર 10 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, તો આવકવેરા વિભાગ આવા વ્યવહારો પર નજર રાખે છે.
જો તમે રિયલ એસ્ટેટમાં 30 લાખથી વધુ રોકાણ કરો છો, તો રજિસ્ટ્રાર આ માહિતી કર વિભાગને આપે છે. તેમાં Cash અને ડિજિટલ વ્યવહારો બંનેનો સમાવેશ થાય છે.
જો તમે કોઈ સેવા અથવા પ્રોડક્ટ ખરીદો છો, તો 2 લાખથી વધુ Cash માં ટ્રાન્ઝેક્શન કરી શકાતું નથી. જો 2 લાખથી વધુની કિંમતના ઘરેણાં ખરીદવામાં આવ્યા હોય તો જ્વેલર્સે ટેક્સ વિભાગને જાણ કરવી પડશે. એ જ રીતે જો તમે કાર ખરીદવા માટે 2 લાખથી વધુ Cash આપો છો, તો કાર ડિલરે ટેક્સ વિભાગને જાણ કરવી પડશે.
જ્યારે ટેક્સ ડિપાર્ટમેન્ટ વ્યક્તિ વિશે આવી માહિતી મેળવે છે, ત્યારે તે વ્યક્તિનું રિટર્ન ચેક કરે છે. જો રિટર્ન ફાઇલિંગ અને આ ખર્ચમાં વિસંગતતા હોય તો ટેક્સ વિભાગ નોટિસ જારી કરે છે.