નોર્થ સેન્ટ્રલ રેલવેએ અપ્રેન્ટિસની 1664 ખાલી જગ્યાઓ પર યોગ્ય Candidateની ભરતી માટે નોટિફિકેશન જારી કરી અરજી મંગાવી છે. તેના માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા 2 ઓગસ્ટના રોજથી શરૂ થઇ ચુકી છે. જે Candidate રેલવેમાં અપ્રેન્ટિસ કરવાના ઇચ્છુક છે, તેઓ ઉત્તર રેલવે (RRC NCR)ની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર વિઝિટ કરી ઓનલાઇન માધ્યમ મારફતે અરજી કરી શકે છે.
Candidate ની ભરતી પ્રયાગરાજ, ઝાંસી અને આગરા ડિવિઝનમાં કરવામાં આવશે.
તેના માટે ખાલી જગ્યાઓની સંખ્યાની જાણકારી નોટિફિકેશનમાં આપવામાં આવી છે. ઉમેદવાર ફિટર, વાઇન્ડર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રીશિયન, મકેનિક અને વાયરમેનના ટ્રેડ્સ માટે ભરતી કરવામાં આવશે. કુલ 1664 ખાલી જગ્યા આ ભરતી અભિયાનના માધ્યમ દ્વારા કરવામાં આવશે.
ઓનલાઇન અરજી 2 ઓગસ્ટના રોજથી શરૂ થઇ ચુકી છે અને અપ્લાય કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2021 છે. અરજી કરવા માટે ઉમેદવાર 50 ટકા સાથે 10 પાસ હોવું જરૂરી છે. વેલ્ડર, વાયરમેન અને કાર્પેન્ટર ટ્રેડ માટે 8 પાસ પણ અરજી કરી શકે છે. ઉમેદવારની પસંદગી પરીક્ષા વગર મેરિટના આધારે કરવામાં આવશે.
જનરલ કેટેગરીના ઉમેદવાર માટે અરજી ફી 100 રૂપિયા છે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવાર માટે અરજી ફી નિશુલ્ક છે. ઇચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જઇ નોટિફિકેશન ચેક કરી લે. છેલ્લી તારીખ પહેલા તમારા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી દો.