રાજકોટમાં દરરોજ ૮-૧૦ હજાર સાઇકલ સવાર નિયમિત વહેલી સવારે Cycling કરે છે. આ લોકો પોતાના માટે જ નહિ પરંતુ શહેર માટે એક નવી પહેલ ઊભી કરી રહ્યા છે. આ અકસ્માત થી આ ચળવળ મા ખોટ ના આવે તેની જવાબદારી તમામ શહેરીજનો ની છે. સાઇકલ ચાલકો ની અવગણના મોટા ભાગના વાહન ચાલકો કરતા હોય છે, ને અકસ્માત નો ભોગ બનતા હોય છે.
સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક બીઆરટીએસની બાજુમાં વહેલી સવારે Cycling કરી રહેલા ઉદ્યોગપતિને પુરપાટ ઝડપે આવતી કરે હડફેટે લેતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
બનાવની વિગત મુજબ વહેલી સવારે ૫:૩૦ વાગ્યાની આસપાસ શહેરમાં એક દુખદ ઘટના બનવા પામી હતી.જેમાં રાજ કુલિંગ સિસ્ટમના માલિક ઉદ્યોગપતિ Vijaybhai Sorathiya દરરોજની જેમ આજે વહેલી સવારે Cycling કરવા નીકળ્યા હતા, તે દરમિયાન તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક બીઆરટીએસ ટ્રેક માં Cycling કરી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ પુરપાટ ઝડપે કાર ચાલકે Vijaybhai ને હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળેજ તમનું મોત થયુ હતું.જે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને કારચાલકને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દરરોજ ૮-૧૦ હજાર સાઇકલ સવાર નિયમિત વહેલી સવારે સાઇકલ ચલાવે છે. આ લોકો પોતાના માટે જ નહિ પરંતુ શહેર માટે એક નવી પહેલ ઊભી કરી રહ્યા છે. આ અકસ્માત થી આ ચળવળ મા ખોટ ના આવે તેની જવાબદારી તમામ શહેરીજનો ની છે. સાઇકલ ચાલકો ની અવગણના મોટા ભાગના વાહન ચાલકો કરતા હોય છે, ને અકસ્માત નો ભોગ બનતા હોય છે.